પાણી પીવાને લઇને જુદા જુદા અભ્યાસ અને તેના તારણ આવતા રહ્યા છે. કેટલીક વખત વધારે પ્રમાણમાં પાણી પીવા માટે કહેવામાં આવે છે. જ્યારે કેટલાક અભ્યાસમાં ઓછા પ્રમાણમાં પાણી પીવા માટે કહેવામાં આવ્યુ છે. વધારે પ્રમાણમાં પાણી પીવાથી લાભ છે કે પછી ઓછા પ્રમાણમાં પાણી પીવાની જરૂર હોય છે તેને લઇને જુદા જુદા તારણો આવતા રહે છે જેથી સામાન્ય લોકો પણ આને લઇને દુવિધામાં રહે છે. પાણીને લઇને જુદા જુદા અભિપ્રાય વચ્ચે કેટલીક વખત સિઝન મુજબ પાણી પીવા માટે કહેવામાં આવે છે. હવે એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે શરીરને જેટલી જરૂર હોય છે તેટલી જ તરસ લાગે છે.
વધારે પાણી પીવાથી બચવાની જરૂર હોય છે. નિષ્ણાંતો કહે છે કે શરીરને જેટલી તરસ લાગે તેટલુ જ પાણી પીવાની જરૂર હોય છે. તરસ લાગવાની બાબત શરીરની સ્વાભાવિક પ્રક્રિયા તરીકે છે. આનો અર્થ એ છે કે શરીરની વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી રહી છે. વધારે પાણી પીવાથી હમેંશા લાભ થાય તે જરૂરી નથી. કેટલીક સ્થિતીમાં તે નુકસાનકારક પણ હોઇ શકે છે. પાણી કામના હિસાબથી પીવામાં આવે તે જરૂરી છે. જા કોઇ વ્યક્તિ એસીમાં બેસીને કામ કરે છે તો તે વ્યક્તિને તરસ ઓછી લાગે છે. કેટલાક લોકો બહાર જારદાર મહેનત કરે છે જેથી તેમને તરસ વધારે લાગે છે. ગરમીમાં કામ કરે છે તો તરસ વધારે લાગે છે. જ્યારે પણ તરસ લાગે છે ત્યારે પાણી પી લેવુ જોઇએ. ગરમીમાં કામ કરનારને તરસ વધારે લાગે છે. સિઝન મુજબ તરસ લાગે છે.
કેટલીક વખત તરસ વધારે લાગે છે. જ્યારે કેટલીક વખત તરસ ઓછી લાગે છે. ગરમીના દિવસોમાં યુરિન ઓછા પ્રમાણમાં બને છે. પરસેવા અને અન્ય કારણોસર યુરિન પ્રમાણમાં ઓછુ બને છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૦-૪૫ મિનિટમાં શરીરમાંથી પાણી યુરિન તરીકે બહાર નિકળે છે. રાત્રી ગાળામાં ૨-૩ વખત કરતા વધારે વખત યુરિન લાગે છે તો તબીબ સાથે સંપર્ક કરવાની જરૂર હોય છે. હાર્ટ ફેલિયોરવાળા દર્દીને વધારે પ્રમાણમાં પાણી પીવાથી કિડની પર લોડ પડે છે. આના કારણે ફેફસામાં પાણી જઇ શકે છે. મહિલાઓમાં પિરિયડના ગાળા દરમિયાન હાર્મોન્સના લેવલ બદલવાથી વોટર રિટ્રેશન થઇ જાય છે. વારંવાર ગુસ્સો થવાની બાબત વધી જાય છે. મહિલાઓને પણ જરૂર કરતા વધારે પાણી પીવુ જોઇએ નહીં. જાણકાર તબીબો અને નેફ્રોલોજિસ્ટ કહે છે કે સામાન્ય રીતે આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જરૂર મુજબ આના કરતા વધારે પાણી પી શકાય છે. નારિયળ પાણી, શરબત જેવી ચીજા પણ લઇ શકાય છે. નારિયળ પાણીના સારા †ોત તરીકે છે.
ઘરની બહાર હોવાની સ્થિતીમાં સમય સમય પર પ્રવાહી ચીજાનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. ઓછી તરસ લાગે છે તો તબીબોની સલાહ લઇ શકાય છે. વધારે પાણી પીવાની બાબત આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. થોડાક સમય પહેલા કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનું તારણ સપાટી ઉપર આવ્યું છે. મોટા ભાગના અભ્યાસમાં હજુ સુધી એમ કહેવામાં આવ્યું હતું કે વધારે પાણી શરીરને ફાયદો પહોંચાડે છે પરંતુ અગાઉના તારણો સપાટી ઉપર આવ્યા છે. વધારે પાણી પીવાથી શરીરમાં નુકશાન થાય છે. વધારે પાણી પીવાથી કીડનીમાં સોજા આવી શકે છે. ઇંગ્લેન્ડમાં તાજેતરમાં જ કરવામાં આવેલા રિચર્સમાં આ મુજબનો દાવો તૈયાર કરવામાં આવ્યો છે. રિચર્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે પાણી શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો પહોંચાડે તેવી ગણતરી યોગ્ય નથી. વધારે પાણી પીવાથી બીમારીઓ દૂર થાય છે તે પ્રકારની લોકોની ગણતરી ખોટી છે. તરસ લાગ્યા વગર પાણી પીવાથી ધ્યાન ભંગ થાય છે. ઊંઘ ઓછી આવે છે. બોટલવાળા પાણીથી આરોગ્ય ઉપર ખરાબ અસર થાય છે.
ઘણી વખત કીડની ખરાબ થવાનો ખતરો પણ રહે છે. રિસર્ચમાં સામેલ રહેલા તબીબ મેકાર્ટની ચેતવણી આપતા કહ્યું છે કે વધારે પાણી પીવાથી હાઈપોએટરોમિયા થવાનો ખતરો રહ્યો છે. આનાથી શરીરમાં રહેલા મીઠાનું પ્રમાણ ઘટી જાય છે. સાથે સાથે બ્રેઈનમાં સોજા આવી શકે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે આ બાબતના કોઈ પણ પુરાવા હાથ લાગ્યા નથી જેનાથી એવું જાણી શકાય કે પાણીથી કોઈ પણ વ્યક્તિનું વજન ઘટી જાય છે. નવા અભ્યાસના તારણોથી ઘણા તબીબો અને નિષ્ણાંતો સહમત નથી. પરંતુ નવા અભ્યાસમાં જે પ્રકારના તારણો આપવામાં આવ્યા છે તેના કારણે વધુ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હજુ સુધી જાણીતા તબીબો અથવા તો નિષ્ણાંતો એમ કહેતા આવ્યા છે કે વધારે પાણી શરીર માટે ફાયદાકારક છે.