જળવાયુ પરિવર્તનના કારણે કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. જળવાયુ પરિવર્તનના પરિણામસ્વરૂપે હિમાલયમાં ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. આના કારણે ભારત, પાકિસ્તાન અને નેપાળના જુદા જુદા હિસ્સામાં પાણીનુ પ્રમાણ ઓછુ રહેશે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જળવાયુ પરિવર્તનના કારણે આવનાર સમયમાં પાણીની કટોકટી ઉભી થઇ શકે છે. અમેરિકામાં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસમાં કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામા આવ્યા બાદ તેમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના આધાર પર આ ચેતવણી જારી કરવામાં આવી છે. જળવાયુ પરિવર્તનના અન્ય ઘાતક પરિણામ પહેલા જ વિશ્વમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે કેટલીક જગ્યાએ વધારે પડતો વરસાદ તઇ રહ્યો છે.
કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થઇ રહ્યો છે. જળવાયુ પરિવર્તનથી એન્ડીજ માઉન્ટેન અને તિબેટ પઠારના બાશિન્દો પર સીધી અસર થઇ રહી છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં પર્યાવરણ વૈજ્ઞાનિક દ્વારા કહેવામાં આવ્યુ છે કે સૌથી ખરાબ હાલત રહેશે તો તેના બે તૃતિયાશ હિસ્સાને ગુમાવી દેવાની પણ ફરજ પડી શકે છે. શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે જળનો પુરવઠો ઘટી રહ્યો છે. જ્યારે વસ્તી વધવાના કારણે માંગ સતત વધી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પેરૂમાં ગ્લેશિયર ઓગળી જવાના કારણે હાલત કફોડી બની રહી છે. શોધ કરનાર લોકો માની રહ્યા છે કે તાત્કાલિક રીતે ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે.
અહી હજારો ગ્લેશિયર રહેલા છે. જેના કારણે અફઘાનિસ્તાન, ભુટાન, ચીન, નેપાળ, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. તજાકિસ્તાનને પણ જળ પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. શોધ કરનાર લોકો તિબેટના વિસ્તાર, એન્ડીઝ માઉન્ટેનમાં પણ શોધ કરી રહ્યા છે. કેટલાક નવા તારણ પર પહોંચી જવાના પ્રયાસ થઇ રહ્યા છે.