અમદાવાદ : વાઘ બકરી ટી લાઉન્જ, વાઘ બકરી ટી ગ્રૂપનો એક ભાગ છે, જેને રેસ્ટોરન્ટ ઇન્ડિયા એન્ડ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા દ્વારા આયોજિત 13મા એન્યુલ ઇન્ડિયન રેસ્ટોરેન્ટ એવોર્ડ્સ 2024માં પ્રતિષ્ઠિત “ટી કેફે ઓફ ધ યર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
નવી દિલ્હી ખાતે એક ભવ્ય સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં વાઘ બકરી ટી લાઉન્જના નોંધપાત્ર યોગદાન અને ચાના અનોખા સ્વાદને રજૂ કરવાની તેમની શ્રેષ્ઠતાને દર્શાવે છે. આ ઇવેન્ટ ફૂડ અને બેવરેજમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને જોડવા અને ઉજવણી કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
ઇન્ડિયન રેસ્ટોરન્ટ એવોર્ડ, ફૂડ એન્ડ બેવરેજ સેક્ટરમાં ટોચના સન્માન તરીકે ગણવામાં આવે છે, જે નવીનતા, ગુણવત્તા અને સમર્પણની ઉજવણી કરે છે. આ એવોર્ડ માટે વાઘ બકરી ટી લાઉન્જની પસંદગી કાફે અને ટી લાઉન્જ સેગમેન્ટમાં લીડર તરીકેની તેમની સ્થિતિને દર્શાવે છે.
વાઘ બકરી ટી લાઉન્જના CEO સુકલ્યાણ રોયે જણાવ્યું હતું કે, “’ટી કેફે ઓફ ધ યર’ એવોર્ડ મેળવવો તે સન્માનની વાત છે, જે માત્ર ઉત્તમ ચા પ્રદાન કરવાનું જ નહીં પરંતુ અમારા ગ્રાહકો માટે એક યાદગાર અને પ્રમાણભૂત અનુભવ આપવાના અમારા સમર્પણને દર્શાવે છે. આ સન્માન અમને નવીનતા લાવવા અને ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવાની પ્રેરણા આપે છે.”
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા અને ઓર્ગેનાઇઝર અને 13મા નેશનલ એડિશન ઓફ ઇન્ડિયન રેસ્ટોરેન્ટ એવોર્ડ્સ 2024ના ડિરેક્ટર સચિન માર્યા એ જણાવ્યું હતું કે, “ઇન્ડિયન રેસ્ટોરન્ટ એવોર્ડ્સ એવી બ્રાન્ડ્સ અને લીડર્સને માન્યતા આપે છે, જેમણે ફૂડ અને બેવરેજ ક્ષેત્રમાં શ્રેષ્ઠતાનું સ્તર વધારવા માટે પોતાને સમર્પિત કર્યા છે.”