મુંબઇઃ વાઘ બકરી ટી ગ્રુપને હુરુન ઈન્ડિયા દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઉમદા યોગદાન બદલ પ્રતિષ્ઠિત ”જનરેશનલ લેગસી એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા છે. હુરુન ઈન્ડિયા ફેમિલી બિઝનેસ એવોર્ડસમાં આ સન્માન ભારતીય અર્થતંત્રમાં વાઘ બકરી ટી ગ્રુપના નોંધપાત્ર યોગદાન અને ચા ઉદ્યોગમાં તેમના કાયમી વારસાને દર્શાવે છે.
મુંબઈ ખાતે યોજાયેલ આ સમારોહમાં દેસાઇ ફેમિલીના પ્રતિનિધિઓ મેનેજિંગ ડિરેક્ટર રસેશ દેસાઈ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર્સ વિદિશા પરાગ દેસાઇ અને પ્રિયમ પરીખને હુરુન ઈન્ડિયાના સ્થાપક અસન રહેમાન જુનૈદ અને બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર ડૉ નીતિન સિંઘ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ વાઘ બકરી ટી ગ્રૂપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી પ્રતિભાને દર્શાવે છે. 60થી વધુ દેશોમાં તેમના ઉત્પાદનો સાથે પસંદગીની આંતરરાષ્ટ્રીય ચા બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે, આ ગ્રૂપ ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલી રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકેની હાજરીને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.