અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે ૨૬ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી. મતદાનની શરૂઆત થતાની સાથે જ તમામ મતદાન મથકો પર લાંબી લાઇન સવારમાં જ જાવા મળી હતી. લોકશાહીના પર્વની આજે શરૂઆત થઇ હતી. સવારમાં યુવાનો મોટી સંખ્યામાં લોકો બહાર નિકળ્યા હતા. ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી માટ આજે મતદાનની શરૂઆત થઇ હતી.વહેલી સવારે ૭-૦૦ વાગ્યા મતદાનની શરૂઆત થયા બાદ હવે સાંજે ચાર વાગે સુધી મતદાન થનાર છે.મતદાન શરૂ થતાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમા સીલ થઇ ગયા હતા.
રાજય ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ગઇકાલ જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રાજયની લોકસભા ચૂંટણીનો તબક્કો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને સમગ્ર રાજયમાં મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે હેતુથી સ્થાનિક પોલીસ, સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોના જવાનો સહિતના સુરક્ષા જવાનો સાથે સલામતી વ્યવસ્થા પણ જડબેસલાક રીતે તૈનાત કરાઇ છે. સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી સહિતની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરાઇ છે. રાજયના કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમદેવારોના ભાવિનો ફૈંસલો કરવા બહાર નિકળી રહ્યા છે. વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટાચૂંટણીમાં ૪૫ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ અંગે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ.મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, રાજ્યનાં તમામ ૫૧,૭૦૯ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે.
લોકસભા બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક પરથી લડી રહ્યા છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથક પર સીસી ટીવી કેમેરા દ્વારા તમામ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છ. ગઇઉકાલ સવારથી જ અમદાવાદ શહેર સહિત રાજયના સંબંધિત તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવાઇ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ અને વીવીપેટ રાખવા માટેના સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવાઇ છે. ખાસ કરીને સ્ટ્રોંગ રૂમ માટે તો લોખંડી અભેદ્ય કવચ ખડકી દેવાયું છે.
તા. ર૪ એપ્રિલના રોજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા દૂરનાં મથકોથી અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત કરવા પહોંચે છે. તેમની ફરજના લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને તા. ર૪ એપ્રિલ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મીઓને ફરજ પર ગણીને રજા આપવામાં આવશે. ગુજરાતમાં જે સીટ પર મતદાન થઇ રહ્યુ છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છ(અનુ.જાતિ) અને અમદાવાદ પશ્ચિમ (અનુ.જાતિ), દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ(ચારેય અનુ.જનજાતિ)નો સમાવેશ થાય છે.