વિટામિન-ડી અમારા શરીર માટે ખુબ મહત્વપૂર્ણ છે. વિટામિન-ડીના મુખ્ય સ્ત્રોત તરીકે સુર્ય કિરણ પ્રકાશ છે. આ ઉપરાંત કેટલીક ખાવા પીવાની ચીજામાં પણ વિટામિન ડી હોય છે જે શરીરને મળે છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના અવશોષણને વધારે છે. વિટામિન-ડીની કમીના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉભી થાય છે. સામાન્ય રીતે જાવામાં આવે છે કે લોકો વિટામિન ડીની કમીના કારણે કોઇ પણ તબીબની સલાહ લીધા વિના તેની કમીને દુર કરવા માટે ડોઝ લેવાની શરૂઆત કરી નાંખે છે. પરંતુ તમામ લોકોને એક બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે કે વિટામિન-ડીનુ વધારે પ્રમાણ પણ હેરાન કરી શકે છે.
વિટામિન ડીના વધુ પ્રમાણમાં કારણે શરીરને ભારે નુકસાન થાય છે. વિટામિન-ડીના વધુ પ્રમાણના કારણે કિડની ફેઇલ થવાનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત કિડનીમાં પથરી થવાનો ખતરો પણ રહે છે. વિટામિન ડી વધારે પ્રમાણમાં લેવાથી બ્લડમાં કેલ્શિયમનુ પ્રમાણ ખુબ વધારે હોઇ શકે છે. જે આપના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કેટલીક વખત તો લોકો આધુનિક સમયમાં વિટામિન ડીની કમીના કારણે થનાર પરેશાનીને વાંચીને અથવા તો કોઇના કહેવા પર વિટામિનડીની ગોળીઓ લેવાની શરૂઆત કરે છે. આના કારણે શરીરમાં વિટામિન વધારે પ્રમાણમાં પહોંચવા લાગી જાય છે. જેથી શરીરની સામે ખતરો સર્જાઇ શકે છે. સૌથી પહેલા તબીબના કહેવા મુજબ તમામ પ્રક્રિયા અપનાવવાની જરૂર હોય છે. તબીબોની સલાહ મુજબ ક કોઇ શરૂઆત ડોઝ લેવાના સંબંધમાં કરવી જાઇએ. વિટામિન ડીનુ પ્રમાણ વધારે હોવાની સ્થિતીમાં જે સમસ્યા ઉભી થઇ શકે છે તેમાં હાર્ટની તકલીફ, ગર્ભપાતનો ખતરો, થાક લાગવા, કમજારી અને માથામાં દુખાવાની ફરિયાદ રહે છે.
વિટામિન ડી શરીર માટે ખુબ ઉપયોગી રહે છે પરંતુ તેના વધારે પડતા ઉપયોગથી નુકસાન થાય છે. વિટામિન ડીના કેટલાક ફાયદાઓ છે તેને લઇને કેટલીક વખત વિગતો જાહેર કરવામાં આવી ચુકી છે. તબીબો પણ વારંવાર કહેતા રહે છે.તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમા પણ જાણવા મળ્યું છે કે વિટામીન ડી વાઈરલ ઇન્ફેશનથી રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસ મુજબ વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં વિટામીન ડીની ભૂમિકા ચાવીરૂપ રહે છે તે બાબત સાબિત કરવા માટે ઘણા તારણો પણ નક્કર રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળાની સિઝન અને ગરમીની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના રોગ ફેલાઈ જાય છે. વિટામીન ડીની ભૂમિકા વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જ્યારે દિવસો નાના હોય છે અને સૂર્યપ્રકાશ પ્રમાણસર નબળો હોય છે ત્યારે વિટામીન ડીનું સ્તર ઘટી જાય છે.
આ કારણસર લોકો વાયરલ ઇન્ફેક્શના વધુ શિકાર થાય છે. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઘટક તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જર્નલ ઓફ લ્યુકો સાઇટ બાયોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીને લઈને કરવાં આવેલા વધુને વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માનવીના આરોગ્ય માટે વિટામીન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેનમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે જ્યારે પરંપરાગત થેરાપી કામ કરતી નથી ત્યારે વિટામીન ડીના ઘટક તત્વો ઉપયોગી સાબિત થઈ શકે છે. વિટામીન ડીના લોહીના સ્તરમાં ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે. મોટીવયના લોકોમાં વિટામીન ડીની અછત વધારે જાવા મળે છે જેથી તેઓ વધુ બિમાર થઈ જાય છે.
કોઈપણ સ્કૂલના શિક્ષકને એમ જ કહેતા સાંભળવામાં આવે છે કે શિયાળાની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વિટામીન ડી વધારે લેવામાં આવે. વિટામીન ડીના ઘટક ત¥વો સસ્તા પણ છે અને સામાન્ય રીતે સુરક્ષિત પણ છે. બીજી બાજુ દરરોજ ૧૦૦૦ મિલીગ્રામ વિટામીન સી લેવાથી ધુમ્રપાનના ૪૫ ટકા જોખમી પરિબળો ઘટી જાય છે. એટલું જ નહીં ધૂમ્રપાન કરનાર લોકોમાં થનાર સામાન્ય તકલીફો પણ વિટામીન સીથી ઓછી થઈ જાય છે. વિટામીન સીથી ભરપૂર ચીજા બજારમાં અનેક ઉપલબ્ધ છે. જા દરરોજ છથી સાત કપ ગ્રીન ટી લેવામાં આવે તો ધૂમ્રપાનથી થનાર સાઇડ ઇફેક્ટ ૪૦થી ૫૦ ટકા ઘટી જાય છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરને ડીટોક્સ કરવામાં મદદરૂપ થાય છે.