ઇંડા અને દૂધ પેદાશોમાં વિટામીન ડી વ્યાપક …

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ન્યૂયોર્ક :  વિટામીન ડીની અછતથી ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસથી આ બાબત સાબિત થઇ ચુકી છે.  વિટામીન ડીના પ્રમાણને વધારવા પોષકતત્વો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં ઓઇલી ફિશ, ઇંડા અને દૂધ પેદાશોનો સમાવેશ થાય છે. સૂર્ય પ્રકાશથી પણ વિટામીન ડી મેળવી શકાય છે. ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી સૂર્ય પ્રકાશમાં ગરમીની સિઝનમાં રહીને વિટામીન ડી મેળવી શકાય છે.

જાણકાર નિષ્ણાતોનું કહેવું  છે કે, સૂર્યમાંથી વિટામીન ડી ઉપલબ્ધ થાય છે. આશરે ૯૦ ટકા વિટામીન ડી સૂર્યમાંથી જ મળે છે. તેવુ પણ નિષ્ણાતોનું કહેવું છે. આશરે ૧૦ ટકા જ વિટામીન ડી ખાદ્ય ચીજવસ્તુઓમાંથી મળે છે.

 

Share This Article