વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહેલ છે. જ્યાં જગતજનની માં ઉમીયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઇ રહેલ છે ત્યારે….આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલ છે. જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવા અને દેશમાં સામાજિક સમરસતાના અભિયાન અંતર્ગત હિન્દુત્વના પ્રતિક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ધાર્મિક તેમજ સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ અને વચનબદ્ધતાથી પ્રેરાઈને અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેના સંદેશ મોકલશે.

સાથી સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000 થી વધુ કાર રેલીસ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર રેલીસ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી – મેરા દેશ – મેરા ધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઇને આવશે. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે વધુ જણાવતા વિષે ઉમિયાધામના પ્રણેતા એવમ પ્રમુખશ્રી અને આ અકલ્પનીય વિચારના દ્રષ્ટા શ્રી આર.પી. પટેલ જણાવે છે કે જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજંયતીના દિવસે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચૈતના ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સરદાર ગૌરવ ગાથા તેમજ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે જગત જનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહ પુરુષ શ્રી સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવશે.
આ સાથે જ મનની માવજત અને સમસ્યાઓના સમાધાન હેતુથી ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરના દિવસે શુભારંભ કરનાર છે, જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને I.AS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે,
સાથો સાથ વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડીસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોસ્તવનું ભવ્ય આયોજન કરી રહેલ છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશનાં એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનની સંદેશ છે અને તે સાથે…દર વર્ષે સરદાર જન્મજયંતીના દિને સમગ્ર દેશના દરેક પરિવાર ૧ વૃક્ષનું વાવેતર કરે અને દર શનિવારે પોતાની સૌસાયટી કે નજીકના સ્થળે પોતાના ઇસ્ટદેવની સાંજે ૭ કલાકે સામૂહિક આરતી કરી સનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ આ મહાસંમેલનમાં લેવાશે. એવું સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ જણાવે છે.
સન્માન થનાર રાજવી વંશજોની યાદી
- મહારાણા પ્રતાપના વંશજશ્રી મહારાજ કુમાર સાહબેશ્રી ડૉ. લક્ષ્યરાજસિંહજી, મેવાડ – ઉદયપુર, રાજસ્થાન
- મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજશ્રી મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત
- છત્રપતિ શિવાજીના વંશજશ્રી – યુવરાજ શ્રીમંત સંભાજી રાજે છત્રપતિ મહારાજ સાહેબ , કોલ્હાપુર, મહારાષ્ટ્ર
- H. H. મહારાજાશ્રી ગજસિંઘજી સાહેબ જોધપુર, રાજસ્થાન
- પદ્મશ્રી H. H. મહારાજાધીરાજ મહારાવશ્રી રઘુવીરસિંઘજી સાહેબ બહાદુર, સિરોહી, રાજસ્થાન
- H. H. મહારાજા પુષ્પરાજસિંઘજી, રીવા, મધ્યપ્રદેશ
- મહારાવલ જગમાલસિંઘજી બાંસવાડા, રાજસ્થાન
- મહારાજા જામસાહેબ શત્રુશૈલ્યસિંહજી, નવાનગર, જામનગર
- H. H. મહારાજાશ્રી હિમાંશુકુમારસિંહજી જ્યોતેન્દ્રસિંહજી સાહેબ, ગોંડલ, ગુજરાત
- H. H. મહારાણા રાજસાહેબશ્રી કેશરીસિંહજી, વાંકાનેર, ગુજરાત
- મહારાજ ભગીરથસિંહજી, ઈડર, ગુજરાત
- H. H. મહારાજા અનંત પ્રતાપદેવ, કાલાહાંડી, ઓરિસ્સા
- મહારાજા તુષારસિંહજી (બાબા) બારીયા, ગુજરાત
- H. H. મહારાણા રિદ્ધિરાજસિંહજી, દાંતા, ગુજરાત
- રાજા રણવિજયસિંઘ જુદેવ, જાસપુર, છત્તીસગઢ
- ઠાકોર સાહેબ જયદીપસિંહજી, લીંબડી, ગુજરાત
- મહારાજા પારંજાદિત્યસિંહજી, સંતરામપુર, ગુજરાત
- મહારાવલ જયપ્રતાપસિંહજી ચૌહાણ, છોટા ઉદેપુર, ગુજરાત
- ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી, ધ્રોલ, ગુજરાત
- ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઝાલા, વઢવાણ, સુરેન્દ્રનગર
- H. H. મહારાણા સિદ્ઘરાજસિંહ, લુણાવાડા, મહિસાગર
- H. H. મહારાજા ક્રિષ્ણચંદ્રપાલ દેવ બહાદુર યાદકુલચંદ્ર, ભાલ – કારોલી, રાજસ્થાન
- ગજપતિ મહારાજાશ્રી દિવ્યસિંઘા દેવ જગન્નાથપુરી, ઓરિસ્સા
- મહારાજા કમલચંદ્ર ભંજદેવ, બસ્તર, છત્તીસગઢ
- પાટડી દરબાર કર્ણીસિંહજી દેસાઈ, પાટડી પાટીદાર
- ઠાકોર સાહેબ સોમરાજસિંહ ઝાલા, સાયલા, ગુજરાત
- ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, મૂળી, સુરેન્દ્રનગર, ગુજરાત
- ઠાકોર સાહેબ રાજવીરસિંહજી, માળીયા, ગુજરાત
- H. H. મહારાજા જયસિંહજી સોલંકી, બાંસદા, ગુજરાત
- નામદાર રાઓલ વનરાજસિંહજી, માણસા, ગાંધીનગર
- મહારાજાશ્રી કામાખ્યાસિંહજી સોનીગરા, સંજેલી, ગુજરાત
- મહારાજ અજયરાજસિંહ, બેગુ, રાજસ્થાન
- ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી, વિરપુર, ગુજરાત
- ઠાકોર સાહેબ વિરભદ્રસિંહ વિ. ચુડાસમા,ગાંફ, ગુજરાત
- મહારાજશ્રી વિક્રમસિંહજી, નાચના, જેસલમેર, રાજસ્થાન
- સરકાર સાહેબ રાઘવેન્દ્ર પ્રતાપસિંહ, જાલામંડ, રાજસ્થાન
- ઠાકુર સિદ્ધાર્થસિંહ, રોહેતગઢ, રાજસ્થાન
- ઠાકોર સાહેબ રઘુવીરસિંહજી વાઘેલા, ગાંગડ, ગુજરાત
- ઠાકોર સાહેબ તખતસિંહજી વાઘેલા, ઉતેલિયા, ગુજરાત
- રાવ સાહેબ હરેન્દ્રપાલસિંહજી, પોશીના, ગુજરાત
- ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહ વાઘેલા, સાણંદ, ગુજરાત
- ઠાકોર સાહેબ હર્ષવર્ધનસિંહ ચૌહાણ, એરાલ, ગુજરાત
- ઠાકોર સાહેબ પરીક્ષિતસિંહ, પિસાંગન, અજમેર, રાજસ્થાન
- રાવરાજેશ્વર રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી, વાવ, ગુજરાત
- ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ગોહિલ, દરેડ, ગુજરાત
- ઠાકોર સાહેબ મનપ્રીતસિંહજી રાઠોડ, લીમડી, પંચમહાલ
- ડી.એસ. જયવીરસિંહ, ચોટીલા, ગુજરાત
- ડી.એસ. અજયવાળા, અમરનગર, ગુજરાત
- ટી.એસ. કિષ્ણકુમારસિંહજી ચુડા, ગુજરાત
- કે. એસ. કલાદિત્યરાજસિંહજી જાડેજા, ખરેડી, ગુજરાત
- ડી.એસ. પુંજાબાપુ વાળા,ન માંડાવડ, ગુજરાત
- કે.એસ. યાદવેન્દ્રસિંહજી જાડેજા, ગોંડલ, ગુજરાત
- કે.એસ. અર્જુનસિંહ ગઢુલા, ગઢુલા, ગુજરાત