સુરતના ગ્રીન મેન અને યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ભારત ગૌરવ પુરસ્કાર

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સુરત :  પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સ્વબળે કાર્ય કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રેકૉર્ડ સર્જનાર અને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈની યશકલગીમાં વધું એક મોર્નીંગ ઉમેરાયું છે. વિરલ દેસાઈને લંડનના બ્રિટિશ પાર્લામેન્ટમાં સાંસ્કૃતિક યુવા સંસ્થા દ્વારા ભારત ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમની  આ યશકલગીએ ફરી એક વખત સુરત અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવંતિત કર્યું છે.

આ વર્ષે યોજાયેલ ૨૦૧૯નો ભારત ગૌરવ એવોર્ડ વિરલ દેસાઈ ઉપરાંત હિન્દુજા બ્રધર્સ, મોતીલાલ ઓસ્વાલ, પેડમેન તરીકે પ્રખ્યાત પદ્મશ્રી અરુણાચલમ સહિત ૩૩અન્ય ભારતીયોને ઉપરાંત અન્ય ચાર પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનારને આપવામાં આવ્યા હતા.

ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને જીવનકાળની સિદ્ધિ માટે ભારત ગૌરવ એવોર્ડ સર્વોચ્ચ સન્માન છે. ‘ભારત ગૌરવ એવોર્ડ’ સંસ્કૃતિ યુવા સંસ્થાની પહેલ છે. ભૂતકાળના પુરસ્કારોમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થિ, પેપ્સિકોના વડા ઇન્દ્ર નૂયી, ઝીના સુભાષચંદ્ર, બોલિવૂડના દિગ્દર્શક મધુર ભંડારકર અને ગાયક સ્વર્ગસ્થ જગજીત સિંહ જેવા કેટલાક સૌથી પ્રખ્યાત અને સુપ્રસિદ્ધ પ્રેરણાત્મક વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. આ એવોર્ડ ઘણા પદ્મશ્રી, પદ્મભૂષણ અને નોબલ ઇનામના નામાંકિત તેમજ વિજેતાઓને એનાયત કરાયો છે.

Bharat Gaurav Award to Viral Desai 1 1 e1565090595882

વિરલ દેસાઈએ ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો-ગ્રીન અને ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ ઉધના રેલ્વે સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્યને સાકારીત કરવા આગળ વધી રહ્યા છે. ત્યારે ઉધના રેલ્વે સ્ટેશન એ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટની જેમ હરીયાળું અને પ્રદૂષણ મુક્ત બનશે. આ માટે વિરલ દેસાઈને છાંયડો અને આરક્રોમા સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. જેને પગલે એક તબક્કે ગંદુ ગોબરૂં લાગતું ઉધના સ્ટેશનને ગ્રીન રેલ્વે  સ્ટેશન બનાવવા માટેનો પ્રોજેક્ટ ગ્રીનમેન વિરલ દેસાઈએ હાથ પર લીધો છે અને અત્યાર સુધી ઓક્સિજન બોમ્બર અને પ્રદુષણ ને ફિલ્ટર કરતા એવા ૧૭૦૦ થી વધુ પ્લાંટેશન સ્ટેશન ખાતે કરી ચૂક્યા છે. સાથે સ્ટેશનને હરીયાળું રૂપ આપવા દિવાલોને ગ્રીન પેઈન્ટથી રંગવામાં આવી છે તો દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોરોપણ માટે ને પ્રેરિત કરતી પેઇન્ટીંગ્સ બનાવી છે. ત્યારે રોજ દસ હજારથી વધુની અવર-જવર વાળા ઉધના સ્ટેશન પર મધ્યમ અને ગરીબવર્ગના યાત્રિકોને પણ મુંબઈના ગ્રીન એરપોર્ટ જેવી અનુભૂતિ ચોક્કસ થશે.

આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમાં સ્ટેશન પર શહીદ સ્મારક બનાવાયું છે. અહીં તખ્તી પર તમામ શહીદોનાં નામ લખવાની સાથે જ તે જવાનોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સંદેશો અપાયો છે કે શહીદ જવાનો પહેલા સરહદે ફરજ બજાવી આપણી રીક્ષા કરતા હતા હવે વૃક્ષો રૂપી બનીને પ્રદૂષણ સામે આપણું રક્શા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈએ પોતાની કારોને ગ્રીન કૉન્સેપ્ટ સાથે ગ્રાસથી ડેકોરેટ કરી છે, જેથી અન્ય લોકો પણ ગો ગ્રીન માટે પ્રેરિત થાય.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકારીત કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે. આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે અને એટલે વિરલ દેસાઈએ પોતાની બન્ને કરોને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવી દીધી છે.

વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં થતા આઠ માંથી એક મૃત્યુ પ્રદૂષણના કારણે થાય છે.ત્યારે વૃક્ષો જ છે કે જે હવામાં ઑક્સીજનનું પ્રમાણ વધારી શકે છે.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા,ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી ૨૫૫૦૦થી વધુ વૃક્ષોનુ રોપણ અને ૪૨૫૦ટ્રીગાર્ડનું વિતરણ  કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈ ને જ જાય છે.

Share This Article