અમદાવાદ : રાજયભરમાં ખળભળાટ મચાવનારા રૂ.ર૬૦ કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્નીભાર્ગવી શાહ સીઆઇડીના સકંજામાં આવી ગઇ છે ત્યારે હવે રોજ એક પછી એક નવા ઘટસ્ફોટથાય તેવી શક્યતા છે. વાઈરલ થયેલી કથિત ઓડીયો કલીપમાં અવાજ વિનય શાહ અને સુરેન્દ્રરાજપૂત તેમજ તેના પુત્ર સ્વપ્નિલ રાજપૂતનો હોવાનો ખુલાસો ભાર્ગવીએ સીઆઇડી સમક્ષકરતાં હવે તપાસનો ધમધમાટ આગળ ધપશે તે નક્કી છે. હાલ ભાર્ગવી શાહ છ દિવસના પોલીસરિમાન્ડ પર છે.
સીઆઇડી ક્રાઇમે આજે ભાર્ગવી શાહને સાથે રાખીને તેના ઘર, ઓફિસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કૌભાંડ સંબંધીમહત્વની વિગતો અને દ્સ્તાવેજા એકત્ર કર્યા હતા. ભાર્ગવી શાહના આ ખુલાસા બાદ હવેસીઆઇડી ક્રાઇમે તે દિશામાં પણ તપાસ વેગંવતી બનાવી છે. સાથે સાથે પોલીસ રિમાન્ડદરમ્યાન ભાર્ગવી શાહની આકરી પૂછપરછ કરી સમગ્ર કૌભાંડની ખૂટતી કડીઓ મેળવવાનો પ્રયાસકરી રહી છે. આ કૌભાંડમાં સ્વપ્નિલ અને સુરેન્દ્ર રાજપૂતની ભાગીદારીના મામલે સીઆઇડીતપાસ કરી રહી છે ત્યારે હવે એફએસએલમાં સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતનોવોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ સીઆઇડી કરાવે તેવી શકયતા બળવત્તર બની છે. હાલસીઆઇડી ક્રાઇમે સ્વપ્નિલ રાજપૂતને નિવેદન માટે બોલાવ્યો છે ત્યારે આવનારા દિવસમાંસુરેન્દ્ર રાજપૂતની પણ પૂછપરછ કરવામાં આવશે. કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહગુરુવારની રાતે સી.આઈ.ડી. ક્રાઈમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઇહતી. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવી હાજર થઇ છે. ભાર્ગવી શાહ હાજર થયા બાદતેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમેભાર્ગવી અત્યાર સુધી કયાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો,તેને કોણે મદદ કરી તે
સહિતના મુદ્દે તપાસ અર્થે તેના છ દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા છે અને હવે કૌભાંડની ઉંડાણપૂર્વકની તપાસ તેની પૂછપરછ મારફતે આગળ ધપાવી છે. ઉલ્લેખનીય છે કે, વિનય શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડદેવડ કરતી હતી તે ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઈમે ૧.ર૭ કરોડના શેર ધરાવતું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે. વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં કુલ પપ૮ લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને ૪.૮૪ કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.