વિજયા દશમીએ શુભમૂહ›ર્તને લઈ લોકોમાં ચર્ચા છે ત્યારે શુક્રવારે દશેરા હોવાથી તેનું વિજય મૂર્હૂત પણ જુદા જુદા સમયગાળામાં રહેશે. વાહનો અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી રહેલા લોકો શુભ મુહૂર્તને લઇને પંડિતો અને અન્ય જાણકાર લોકોનો સંપર્ક કરી રહ્યા છે. શ†પુજા, ચોપડાના ઓર્ડરો આપવા, મશીનો, શસ્ત્રો, વાહન, કાળો, સ્કુટરો, કોમ્પ્યુટરો તથા સમી ઝાડનું પુજન કરી ગરીબીનું વિસર્જન કરી નવા કાર્યોની શરૂઆત કરવી, દશેરાના દિવસે લક્ષ્મી, ઈન્દ્ર તથા દેવીએર્થવશીર્ષનો પાઠ કરવો કે આ દેવો પર વિશેષ અભિષેક કરી તેનું પાણી ઘરમાં ચોતરફ છાંટવુ તેમજ આ દેવના મંત્રના જાપ કરવા, દશેરાને દિવસે કુમારીકાઓના પુજન અર્ચન કરવું કે જ તેમને જમાડવી તેમજ યથાશક્તિ દક્ષિણાકે ફળફળાદિ આપવા જેવી બાબતો હાથ ધરવામાં આવે છે. સાથેસાથ આ દિવસે સત્યનારાયણ ભગવાન કે વિષ્ણુભગવાનની પણ પુજા કરવામાં આવે છે.