ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રતિનિધિમંડળ સાથે આજે સાંજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. બે દિવસના પ્રવાસે રૂપાણી ઉત્તરપ્રદેશ પહોંચ્યા છે. ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પ્રસંગે ઉપÂસ્થત રહેવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ પણ આપવામાં આવશે. બે દિવસના પ્રવાસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમમાં તેઓ ભાગ લેનાર છે. ૩૧મી ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યંતિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને નેતાઓ પહોંચે તેવી શક્યતા છે. આજે સાંજે લખનૌ પહોંચ્યા બાદ આવતીકાલે વિજય રૂપાણી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરશે અને ત્યારબાદ લખનૌમાં આયોજિત એકતા સંવાદ જાહેર સભાને પણ સંબોધશે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ઉપર હાલમાં જ ગુજરાતના કેટલાક ભાગોમાં હુમલા થયા બાદ રૂપાણીની આ યાત્રાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ઉત્તર ભારતીય લોકોમાં વિશ્વાસ જગાવવાના હેતુસર પણ આ બેઠકને ગણવામાં આવે છે.
વિજય રૂપાણી લખનૌમાં ગુજરાતી સમાજના લોકો સાથે પણ વાતચીત કરશે. ખાસ પત્રકાર પરિષદમાં હાજરી પણ આપશે. રૂપાણી આવતીકાલે સાંજે ગુજરાત પરત ફરે તેવી શક્યતા છે પરંતુ હાલમાં તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. વિજય રૂપાણી અને યોગી આદિત્યનાથ વચ્ચેની બેઠકને પણ ઉપયોગી ગણવામાં આવે છે. હાલમાં બળાત્કારની એક ઘટના બન્યા બાદ ઉત્તરપ્રદેશના તથા બિહારના લોકો ઉપર હુમલાના કેટલાક બનાવો બન્યા હતા જેના લીધે દહેશત વચ્ચે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન પરત ફર્યા હતા. આવી Âસ્થતિ બાદ પરિÂસ્થતિ સામાન્ય બની રહી છે ત્યારે રૂપાણીની યાત્રા પર તમામની નજર છે.