વિયેતજેટ દ્વારા ફરી તેના પ્રીમિયમ ફેર ક્લાસીસ બિઝનેસ અને સ્કાયબોસ રજૂ કરાયા છે, જે ભારતીય પ્રવાસીઓ માટે રિફાઈન્ડ અને વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલો ઉડાણનો અનુભવ લાવે છે. ‘‘વિંગ્સ ફોર લીડર્સ’’ના જોશથી પ્રેરિત સ્કાયબોસ સેવા ભારત અને વિયેતનામ વચ્ચે બધા સીધા રુટ્સ પર ઉપલબ્ધ છે, જ્યારે બિઝનેસ સર્વિસ નવી દિલ્હીથી હનોઈ અને હો ચી મિન્હ સિટીને જોડતી ફ્લાઈટ્સ પર સેવા આપશે.
બિઝનેસ અને સ્કાયબોસ સહજ પરિપૂર્ણ પ્રવાસ અનુભવ ચાહતા પ્રોફેશનલો, એન્ટરપ્રેન્યોર્સ અને લીઝર પ્રવાસીઓ માટે તૈયાર કરાયા છે. એરપોર્ટથી એરક્રાફ્ટ સુધી દરેક ટચપોઈન્ટ પ્રવાસને શાંત, કાર્યક્ષમ અને આરામદાયક બનાવવા માટે તૈયાર કરાયા છે.
પ્રીમિયમ અનુભવ સમર્પિત ચેક-ઈન કાઉન્ટર્સ, પ્રાયોરિટી સિક્યુરિટી ક્લિયરન્સ (એરપોર્ટની સુવિધાઓને આધીન) અને પ્રાયોરિટી બોર્ડિંગ સાથે ઓન ધ ગ્રાઉન્ડ શરૂ થાય છે, જે સહજ અને તાણમુક્ત શરૂઆતની ખાતરી રાખે છે. પ્રવાસીઓ પ્રીમિયમ એરપોર્ટ લાઉન્જીસને પહોંચ પણ માણી શકે છે, જે તેમને પ્રસ્થાન પૂર્વે આરામથી રિલેક્સ અથવા કામ કરવા માટે અનુકૂળતા આપે છે.
ઓન બોર્ડ પ્રીમિયમ લેધર સીટ્સ પ્રાઈવેટ કેબિનમાં ગોઠવવામાં આવી છે, જે બિઝનેસના પ્રવાસીઓ માટે શાંત અને આરામદાયક જગ્યા નિર્માણ કરે છે. ઈન-ફ્લાઈટ અનુભવ અમર્યાદિત ગરમ, તાજા તૈયાર કરાયેલા અને આરોગ્યવર્ધક ભોજન સાથે વધુ નવી ઊંચાઈએ લઈ જાય છે, જેમાં પરિચિત વિયેતનામી ફેવરીટ્સ ફો, બન બો હ્યુ, બાન્હમી, વિયેતનામી મિલ્ક કોફી, માચા લેટ્ટે અને વધુનો સમાવેશ થાય છે. દરેક ભોજન નરિશમેન્ટની પાર જઈને પ્રવાસમાં પરિચિતતા અને એકાગ્ર સંભાળનું ભાન લાવે છે.
આ અનુભવમાં વિયેતજેટના કેબિન ક્રુ ઉમેરો કરે છે, જેઓ તેમની ઉષ્માભરી, ઉત્તમ અને એકાગ્ર સેવા માટે જ્ઞાત છે. પ્રોફેશનલ છતાં પહોંચક્ષમ ક્રુ હંમેશાં યોગ્ય સમયે હાજર થઈને વિચારપૂર્વકની સંભાળ પ્રદાન કરે છે, જે વિયેતજેટના અજોડ સેવા જોશને પ્રદર્શિત કરે છે.
મુખ્ય આર્થિક અને પર્યટન કોરિડોર્સમાં હાઈ- ફ્રિક્વન્સી રુટ્સ સાથે વિયેતજેટની સ્કાયબોસ અને બિઝનેસ સેવાઓ પ્રવાસીઓને બિઝનેસ અથવા લીઝરમાં ઉડાણ કરતા હોય તો પણ વધુ સાનુકૂળતા, બહેતર સમય વ્યવસ્થાપન અને વધુ કાર્યક્ષમ ટ્રિપ નિયોજન પ્રદજાન કરે છે.
લાગુ રુટ્સઃ
*સ્કાયબોસ
- દિલ્હી <=> હનોઈ/ હો ચી મિન્હ સિટી
- મુંબઈ <=> હનોઈ/ હો ચી મિન્હ સિટી
- અમદાવાદ <=> હનોઈ/ હો ચી મિન્હ સિટી
- હૈદરાબાદ/ બેન્ગલુરુ <=> હો ચી મિન્હ સિટી
*બિઝનેસ
- દિલ્હી <=> હનોઈ/ હો ચી મિન્હ સિટી
સર્વ સમાવિષ્ટ એકમાર્ગી ભાડાં (કરો અને ફી સહિત):
• સ્કાયબોસઃ ₹24,400થી
• બિઝનેસઃ ₹27,200થી
સેવા વિશેષાધિકારો (*):
- કેરી-ઓન બેગેજ: 10 કિગ્રા (સ્કાયબોસ) અને 18 કિગ્રા (બિઝનેસ) સુધી
- ચેક્ડ બેગેજઃ 30 કિગ્રા (સ્કાયબોસ) અને 40 કિગ્રા (બિઝનેસ) સુધી, વત્તા એક ગોલ્ફ ક્લબ સેટ
- પ્રાયોરિટી સીટ પસંદગી, ચેક-ઈન, સિક્યુરિટી સ્ક્રીનિંગ (એરપોર્ટની સ્થિતિઓ અને સુવિધાઓને આધીન), અને બોર્ડિંગ
- પ્રીમિયમ લાઉન્જીસને પહોંચ (સંચાલન કલાકો લાગુ)
- પ્રાઈવેટ કેબિન અનુભવ સાથે પ્રીમિયમ લેધર સીટ્સ (બિઝનેસ)
- ફ્લાઈટમાં અમર્યાદિત ગરમ, તાજું અને આરોગ્યવર્ધક ભોજન.
- સમર્પિત કસ્ટમર હેલ્પલાઈન: +84 1900 6896
ભાડાંના વર્ગો બિઝનેસ અને સ્કાયબોસથી પણ વિશેષ વિયેતજેટના પ્રીમિયમ કમ્ફર્ટ, કાર્યક્ષમતા અને ભારતમાંથી વિચારપૂર્વકની સેવાનું વચન આપે છે, જે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસને વધુ પુરસ્કૃત બનાવે છે.
