વિયેતનામની અગ્રગણ્ય નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા હૈદરાબાદ અને બેન્ગલુરુને વિયેતનામના આર્થિક પાવરહાઉસ હો ચી મિન્હ સિટી સાથે જોડતી અનુક્રમે 18મી અને 19મી માર્ચ, 2025ના રોજથી શરૂ કરાયેલી નવી સીધી ફ્લાઈટ સાથે ભારતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ નવા રુટ ભારત અને સાઉથઈસ્ટ એશિયા પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધારવા સાથે તેનું વૈશ્વિક નેટવર્ક વિસ્તારવા માટે વિયેતજેટની કટિબદ્ધતામાં નોંધપાત્ર માઈલસ્ટોન છે.
લોન્ચની ઉજવણી કરવા માટે વિયેતજેટ દ્વારા 24મી માર્ચ, 2025 સુધી બે વિશેષ પ્રમોશન ચલાવવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ/ બેન્ગલુરુ- હો ચી મિન્હ સિટી રુટ માટે એરલાઈન 1લી જૂન અને 15મી ઓક્ટોબર, 2025 () વચ્ચે ફ્લાઈટ્સ માટે રૂ. 11 વત્તા કર અને ફીથી શરૂ થતી ટિકિટો ઓફર કરવામાં આવી રહી છે. ઉપરાંત પ્રવાસીઓ 1લી એપ્રિલ અને 30મી સપ્ટેમ્બર, 2025 () વચ્ચે ફ્લાઈટ્સ માટે અન્ય ભારત- વિયેતનામ રુટ્સ પર પ્રોમો કોડ “HOLIINDIA” સાથે 20% (**) સુધી ડિસ્કાઉન્ટ માણી શકે છે. ટિકિટો www.vietjetair.com પર અને વિયેતજેટ એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે.
હૈદરાબાદ મુખ્ય આર્થિક અને ટેકનોલોજી કેન્દ્ર છે અને બેન્ગલુરુ મુખ્ય આઈટી અને વેપાર કેન્દ્ર છે અને ભારતમાં વિયેતજેટની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ઉમેરો છે. નવી સેવાઓ સાથે વિયેતજેટ સપ્તાહની 78 ફ્લાઈટ સાથે 10 સીધા રુટ્સ પર સંચાલન કરતાં દુનિયાના સૌથી વધુ વસતિવાળા દેશ અને વિયેતનામ વચ્ચે સૌથી વ્યાપક ફ્લાઈટ નેટવર્ક સાથેની એરલાઈન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. નેટવર્ક નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલુરુને મુખ્ય વિયેતનામી કેન્દ્રો હો ચી મિન્હ સિટી, હનોઈ અને દા નાંગ સાથે જોડે છે.
(*) જાહેર રજાઓ અને પીક પ્રવાસ સમયગાળા સિવાય
(**) કર અને ફી સમાવિષ્ટ નથી
ન્યૂ ઈન્ડિયા- વિયેતનામ રુટ્સની માહિતી
(સર્વ સમય સ્થાનિક સમય છે, 24 કલાકની ફોર્મેટ)
હૈદરાબાદ (HYD) – હો ચી મિન્હ સિટી (SGN) રુટ (18 માર્ચ, 2025થી)
સેક્ટર ફ્લાઈટ નંબર પ્રસ્થાન- આગમન સમય સાતત્યતા
HYD–SGN VJ1804 23:35 – 05:30 (+1) મંગળ, શનિ
SGN–HYD VJ1803 19:40 – 22:35
બેન્ગલુરુ (BLR) – હો ચી મિન્હ સિટી (SGN) રુટ (19 માર્ચ, 2025થી)
સેક્ટર ફ્લાઈટ નંબર પ્રસ્થાન- આગમન સમય સાતત્યતા
BLR–SGN VJ1802 23:30 – 05:55 (+1) સોમ, બુધ, શુક્ર
SGN–BLR VJ1801 19:10 – 22:30