વિયેતનામની અગ્રણી કિફાયતી વિમાન કંપની વિયેતજેટ દ્વારા કેમ્પેઈન વિયેતજેટ પેમ્પર્સ યુ, સમર ચિલ રજૂ કરવામાં આવી છે, જેના હેઠળ સમર 2023 પ્રમોશનના ભાગરૂપે ભારે ડિસ્કાઉન્ટ ઓફરની ઘોષણા કરવામાં આવી છે. એરલાઈન ફક્ત 8લી ઓગસ્ટ, 2023 રોજ બધા પ્રવાસીઓને 88 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરશે. ઓફર બધા માર્ગો માટે લાગુ છે.
પ્રવાસીઓએ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે www.vietjetair.com પર અથવા વિયેતજેટ એર મોબાઈલ એપ પર બુકિંગ કરવા માટે “SUMMER88”નો ઉપયોગ કરવાનો રહેશે, જે 8મી ઓગસ્ટ, 2023ના રોજ 0:00 – 23:59 (GMT+7) સુધી લાગુ રહેશે.
વિયેતનામ સાથે ભારત વચ્ચે કનેક્ટિવિટી વિસ્તારવાની વ્યૂહાત્મક યોજનામાં એરલાઈન દ્વારા 12 ઓગસ્ટ, 2023થી કોચી (ભારત) અને હો ચી મિન્હ સિટી (વિયેતનામ) વચ્ચે સીધી ફ્લાઈટ પણ શરૂ કરાશે. કોચી- હો ચી મિન્હ સિટી રુટ વચ્ચે ફ્લાઈટ સપ્તાહમાં દરેક સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે 4 ફ્લાઈટની ફ્રિક્વન્સી સાથે ચલાવવામાં આવશે. કોચીથી ફ્લાઈટ 23:50 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને હો ચી મિન્હ સિટીમાં 06:40 (સ્થાનિક સમય) કલાકે ઊતરાણ કરશે. વળતી ફ્લાઈટ હો ચી મિન્હ સિટીથી 19:20 (સ્થાનિક સમય) કલાકે પ્રસ્થાન કરશે અને કોચીમાં 22:50 (સ્થાનિક સમય) કલાકે આગમન કરશે. ઉપરાંત ભાર,તીયો મુંબઈ, નવી ગિલ્હી, અમદાવાદથી હેનોઈ અને હો ચી મિન્હ સિટી સુધી વિયેતજેટ ફ્લાઈટ્સ પર વિયેતનામમાં ઉડાણ ભરી શકશે.
ઉપરાંત એરલાઈન દ્વારા હો ચી મિન્હ સિટી (વિયેતનામ) અને જકાર્તા (ઈન્ડોનેશિયા)ને જોડતા આંતરરાષ્ટ્રીય રુટની પણ ઘોષણા કરવામાં આવી છે. આ રુટ હો ચી મિન્હ સિટીથી જકાર્તાને જોડશે, જે 5 ઓગસ્ટ, 2023થી શરૂ થશે.
સપ્તાહની 32 સીધી ફ્લાઈટ સાથે એરલાઈન્સ ભારત અને વિયેતનામ વચ્ચે મોટા ભાગની ફ્લાઈટોને કનેક્ટ કરીને બે દેશ વચ્ચેનું અંતર અને પ્રવાસ સમય ઓછો કરી રહી છે. ઉપરાંત પ્રવાસીઓ હોંગ કોંગ, ઓસ્ટ્રેલિયા અને એશિયાભરમાં બાલી, થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન, મલેશિયા, સિંગાપોર અને કઝાકસ્તાનમાં વિયેતજેટ થકી વાજબી ભાડા પર પણ ઉડાણ ભરી શકશે. ઉપરાંત ભારતીય ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળતાં વિયેતજેટના સમર્પિચ અને મૈત્રીપૂર્ણ કેબિન ક્રુ દ્વારા શાકાહાર અને માંસાહાર વિવિધ પ્રકારની વાનગીઓ સાથે વિશેષ ગરમાગરમ ભોજન ફ્લાઈટમાં પીરસવામાં આવશે અને અન્ય સેવાઓ પણ આપશે.