વિયેતજેટ ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રમોશન જાહેર કરે છેઃ બિઝનેસ અને સ્કાયબોસ ટિકિટ્સ પર બેજોડ ડિસ્કાઉન્ટ્સ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અપવાદાત્મક સેવા અને કિફાયતી ભાડાં માટે પ્રસિદ્ધ વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રમોશન જાહેર કરવામાં ભારે રોમાંચની લાગણી અનુભવે છે. 31મી ઓગસ્ટ, 2023 (23:59, GMT+7) સુધી પ્રવાસીઓને 6ઠ્ઠી સપ્ટેમ્બરથી 30મી નવેમ્બર, 2023 સુધી (જાહેર રજાઓ સિવાય) નિર્ધારિત વિયેતમાનના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રુટ્સ પર ઉડાણ કરતી ફ્લાઈટ્સ માટે બિઝનેસ અને સ્કાયબોસ ક્લાસની ટિકિટો પર અતુલનીય ડિસ્કાઉન્ટ્સ માણી શકે છે.

આ મર્યાદિત સમયની ઓફર હેઠળ ગ્રાહકો “BESTFLIGHT”(*) પ્રોમો કોડનો ઉપયોગ કરીને બિઝનેસ ક્લાસ ટિકિટ્સ પર નોંધપાત્ર 40 ટકાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ઉપરાંત ઉડાણ માટે અત્યંત લક્ઝરી ચાહતા પ્રવાસીઓ “ENJOYFLYING(*) પ્રોમો કોડ લાગુ કરીને સ્કાયબોસ ક્લાસ ટિકિટો પર અદભુત 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ વિયેતજેટ એરની વિધિસર વેબસાઈટ https://www.vietjetair.com/en અને સુવિધાજનક વિયેતજેટ મોબાઈલ એપ થકી પહોંચ મેળવી શકે છે.

આટલું જ નહીં, વિયેતજેટ એર વિયેતનામ નેશનલ ડેની ઉજવણીના ભાગરૂપે ભારતીય પ્રવાસીઓને 2 મિલિયન ડિસ્કાઉન્ટેડ ટિકિટો ઓફર કરી રહી છે. 22 ઓગસ્ટ, 2023 સુધી ગ્રાહકો ફક્ત ₹5,555 (કર અને ફી સમાવિષ્ટ)થી શરૂ થતાં ભાડાં સાથે બેજોડ કિંમતે તેમની ટિકિટો સંરક્ષિત કરી શકે છે. તમારો પ્રવાસનો હેતુ બિઝનેસ કે લીઝર હોય, બિઝનેસ અને સ્કાયબોસ ડિસ્કાઉન્ટ્સ વિયેતજેટમાં ઓન બોર્ડ વિશ્વ કક્ષાની મહેમાનગતી સાથે તમારા પ્રવાસનો અનુભવ નિશ્ચિત જ અવિસ્મરણીય બનાવીને રહેશે.

Share This Article