બોલીવુડ સ્ટાર વિદ્યા બાલનને ગુડવિલ એમ્બેસેડર બાળ યૌન શોષણની મુદ્દા પર કામ કરી રહેલી મુંબઇની બિન-લાભકારી સંસ્થાની ગુડવિલ એમ્બેસેડર તરીકે જોડાઇ છે. વિદ્યા બાલનએ ફિલ્મ કહાની-૨માં બાળ યૌન શોષણ સામે બચાવ કરનારી દૂર્ગા રાનીની ભૂમિકા ભજવી હતી, જે એક એવી બાળકીને બચાવવા માટે કામ કરે છે, જેનો કાકા જ તે બાળકીના યૌન શોષણ માટે જવાબદાર હોય છે.
રાષ્ટ્રીય બાળ શૌષણ અભ્યાસ ૨૦૦૭ મુજબ બાળ યૌન શોષણ એટલે કે ચાઇલ્ડ સેક્સ એવબ્યૂઝ દેશના અડધાથી વધારે બાળકો માટે રોજિંદી સચ્ચાઇ છે. બાળ યૌન શોષણના રિપોર્ટ્સ સાથે આપણે પણ જાણીએ છીએ કે આજે પણ પરિદ્દશ્ય તેનાથી બહુ અલગ નથી. તેમ છતાં આજે પણ આ એક એવો મુદ્દો છે જેના પર બહુ જ ઓછી ચર્ચાઓ થાય છે. એક સીમિત સ્વીકાર્યતા છે કે બાળ યોન શોષણ થાય છે અને તેનો બાળકો પર ખૂબ જ વધારે પ્રભાવ પડે છે. બાળ યૌન શોષણ જેવી ઘટના પછી બાળક પોસ્ટ ટ્રાયૂમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર થઇ શકે છે, જેનાથી તે ડિપ્રેશન, ચિંતા અને આત્મઘાતી વિચારોનો કારણ બની શકે છે.
અર્પણ સાથે જોડાવા પર વિદ્યા બાલને જણાવ્યું કે હું સૌથી પહેલા મારી ફિલ્મ કહાની-૨ની શૂટિંગ દરમિયાન અર્પણ સાથે જોડાઇ હતી, જેથી આ ભૂમિકાને આત્મસાત કરી શકાય. મને આ વાત પર આનંદ છે કે આ મુદ્દા પર અર્પણ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. વર્તમાન સમયમાંને જોતા આપણા દેશમાં આપણે સૌને બાળ યૌન દૂર્વ્યવહારને રોકવાની દિશામાં પગલા ઉઠાવવા અને કામ કરવાની જરૂરિયાત છે.
મુંબઇની અર્પણ ભારતની સૌથી મોટી બીન સરાકરી સંગઠનો પૈકી એક છે, જેમાં ૧૦૦થી વધુ સામાજિક કાર્યકર્તા અને કાઉન્સિલર બાળકો તથા વયસ્કોને સીએસએના મુદ્દાઓના ઉકેલ લાવવા માટે સેવાઓ આપી રહ્યાં છે. પાછલા ૧૦ વર્ષોમાં અર્પણ ૧,૮૮, ૦૦૦થી વધુ બાળકો, કિશોરો અને વયસ્કો સુધી પહોંચી છે. આ સંગઠન પ્રાસંગિક ભાગીદારો, નીતિ નિયંત્રકો માટે પ્રશિક્ષણ કાર્યક્રમ આયોજીત કરે છે, જેથી વ્યવસ્થાગત બદલાવ લાવી ચાઇલ્ડ સેક્સ એબ્યૂઝ બાદ પ્રભાવિતોને પોતાની કાઉન્સેલિંગ આપે.