નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરાવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશ અને દુનિયાના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતા ઉદ્યોગપતિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ સવારે મોદી ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. મહાત્મા મંદિર ખાતે મોદીએ વિવિધ દેશોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. પાંચ રાષ્ટ્રોના વડાઓ અને ૧૨૫ મહાનુભાવોની હાજરીમાં મોદીએ સમિટની શરૂઆત કરાવી હતી.
સમિટમાં અબજા રૂપિયાના કરાર થનાર છે. બેરોજગારને દુર કરી શકાય તે રીતે એમઓયુ કરાશે. વાયબ્રન્ટ સમિટમાં ૧૬ વર્ષના ગાળામાં હજુ સુધી ૭૦થી વધારે એમઓયુ થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ગાંધીનગરમાં ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ખાસ મહેમાનો અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. સમિટમાં પાંચ દેશોના વડા અને ૩૦૦૦૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આમા ભાગ લઇ રહ્યા છે. ભારત અને વિદેશની મહાકાય કંપનીઓના ટોપના સીઈઓ પણ આમા ભાગ લઇ રહ્યા છે. ભારતીય બિઝનેસના દિગ્ગજા પણ આમા ભાગ લઇ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી, ઉદય કોટક, કુમાર મંગલમ બિરલાનો સમાવેશ થાય છે.
સમિટના ઉદ્ઘાટન બાદ મોદી જુદા જુદા દેશોના વડાઓ ઉપરાંત વૈશ્વિક કંપનીઓના ટોપ કારોબારીઓ અને સીઈઓ સાથે વાતચીત કરશે. આ રાઉન્ડ ટેબલ વાતચીત ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. ગ્લોબલ વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને સંસ્થાકીય મૂડીરોકાણકારોના વડાઓ સાથે આ બેઠક થશે. ત્યારબાદ આવતીકાલે મોડી સાંજે વીવીઆઈપી મહેમાનો સાથે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગ્લોબલ કંપનીઓના ટોપ કારોબારીઓ અને સીઈઓ આમા હાજરી આપી રહ્યા છે તેમાં ડીપી વર્લ્ડ, સુઝુકી, બીએએસએફનો સમાવેશ થાય છે. દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદથી તેનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. મહાત્મા મંદિર ખાતે આની શરૂઆત થઇ છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે ગઇકાલે ગુરૂવાર નિર્ધાિરત સમય મુજબ ગુજરાત પહોંચ્યા હતા.
પ્રથમ દિવસે વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે મહાત્મા મંદિર સહ એક્ઝીબિશન સેન્ટર પર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. સાંજે મોદી અમદાવાદમાં નવા વીએસ હોસ્પિટલનનુ લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનપ ઉદ્ઘાટન કર્યું હતું. વીએસ લોકાર્પણ વેળા અને શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ઘાટન વેળાએ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીની સાથે ઉદ્ઘાટન વેળા મંચ પર દેશ અને વિદેશના ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા. જે ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યÂક્ત મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ સામેલ છે. આ વખતે આ યાદીમાં રિલાયન્સ અંબાણી ગ્રુપના સીએમડી અનિલ અંબાણીનુ નામ સામેલ કરવામાં આવ્યુ નથી. સામાન્ય રીતે તેઓ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી.તમામ ટોપના ઉદ્યોગપતિઓએ ટુંકુ સંબોધન કર્યુ હતુ.
જય જય ગરવી ગુજરાત ગીત સાથે ગ્લોબલ સમિટ કાર્યક્રમનો આરંભ વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આદિત્ય બિરલા ૧૫ હજાર કરોડ અને તાતા ગ્રુપ સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. તાતા ગ્રુપના ચેરમેન દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યુ હતુ.