આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મંદિર નિર્માણની સાથે સાથે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. જેમાં સમાજના નવ યુવાનો એન્ટરપ્રિન્યોર બને એવમ પોતાના બિઝનેસને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે તે હેતુથી છેલ્લા બે વર્ષથી વિશ્વ ઉમિયાધામ દ્વારા ગુજરાત ભરમાં વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ સોશિયલ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે જે VIBES ના નામે જાણીતું છે.
આ VIBES ટીમ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં સૌપ્રથમ વખત એક સોશિયલ પ્લેટફોર્મ પર બિઝનેસ વુમનની એક ટીમ બનાવવામાં આવી છે. જેનું ચેપ્ટર આજે લોન્ચ કરાયું હતું. Vibesના આ ચેપ્ટરને લક્ષ્મી ચેપ્ટરના અપાયું છે જેમાં વિવિધ સમાજની 40 થી વધુ બિઝનેસ વુમન જોડાય છે. આ કાર્યક્રમ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ પ્રમુખ આરપી પટેલ જણાવે છે કે VIBES એ ગુજરાતના નવા ઉદ્યોગ સાહસિકો માટેનું બિઝનેસ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર લગભગ 600 થી વધારે ગુજરાત ભરના વિવિધ સમાજના બિઝનેસમેન અને બિઝનેસ વુમેન જોડાયેલા છે. VIBESની ટીમમાં ગુજરાતની લગભગ 100 થી વધારે બિઝનેસ વુમેન જોડાયેલી છે. VIBESના અમદાવાદ સહિત ગુજરાત ભરમાં લગભગ 12 થી વધારે ચેપ્ટર ચાલે છે જેમાં અનુક્રમે અમદાવાદમાં 9, રાજકોટમાં એક વડોદરામાં એક અને સુરતમાં એક ચેપ્ટર ચાલી રહ્યું છે. તો સાથે સાથે પાંચ કોફી ટેબલ ચેપ્ટર પણ ચાલી રહ્યા છે. જેમાં આણંદ, હિંમતનગર ,મુંબઈ રાજકોટ અને સુરત નો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં VIBES દ્વારા 50 કરોડથી વધારેનો બિઝનેસ કરાયો છે. હું તમામ સમાજના યુવાનોને આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા અને વિશ્વ ઉમિયાધામ સાથે જોડાવા આમંત્રણ પાઠવું છું.