વેસ્પા-સ્પોર્ટી ફન એપ્રિલિયાનાં શોરૂમનો અમદાવાદમાં પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : પિયાજીઓ વ્હીકલ્સ પ્રા. લિ.એ તેના આઈકોનિક વેસ્પા અને સ્પોર્ટી એપ્રિલીયાનાં નવા શોરૂમનો આજે અમદાવાદમાં આરંભ કર્યો છે. નવા શોરૂમમાં વેસ્પા અને એપ્રિલીયા એસઆર રેન્જની વિવિધ પ્રોડક્ટસ ઉપલબ્ધ છે.  શહેરીજનોને હવે વેસ્પા અને એપ્રિલીયાની નવી પ્રોડક્ટસ ખરીદવાના અદ્‌ભુત તક ઘર આંગણે જ મળી રહેશે.

પિયાજીઓ ઈન્ડિયાના સીઈઓ ડિયેગો ગ્રાફીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદનાં એસજી હાઈવે, થલતેજ પર ટિટેનિયમ સ્કવેરમાં એન્ઝેન ઓટોમેટિવ નામની નવી ડિલરશીપનો શોરૂમ ૧૫૯૮ સ્કવેર ફીટમાં પથરાયેલો છે. નવા શોરૂમની ડિઝાઈન બ્રાન્ડસના ઈટાલિયન વારસાને સુંદર રીતે વ્યક્ત કરે તે રીતે તૈયાર કરવામાં આવી છે.

શ્રેષ્ઠ ગ્રાહક સેવા, ગુણવત્તા અને અનુભવ સાથે સુસજ્જ એવી આ ડિલરશીપ ગુજરાતનાં મહત્તમ ગ્રાહકો સુધી પહોંચવા પ્રતિબધ્ધ છે. પિયાજીઓ ઈન્ડિયાના સીઈઓ ડિયેગો ગ્રાફીએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી ડિલરશીપમાં ગ્રાહકોને વેસ્પા અને એપ્રિલીયા બ્રાન્ડસની શ્રેણીના વેચાણો અને ગ્રાહક સેવાના સંદર્ભમાં અસાધારણ અનુભવ મળશે. શહેરના નગરજનોએ નવા શોરૂમની મુલાકાત લઇ તેનો અનુભવ અને તક માણવા જ રહ્યા.

દરમ્યાન એન્ઝેન ઓટોમોટિવનાં પ્રોપાઈટર ચિન્મય બાફના અને શ્રીમતી એકતા બાફનાએ જણાવ્યું હતું કે, અમને પિયાજીઓ સાથે સંકળાતા અને તેમની વિશ્વ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટસ અમારા માનવંતા ગ્રાહકોને ઓફર કરતા ઘણો આનંદ થાય છે. અમે એપ્રિલીયા અને વેસ્પાની સાથે માત્ર વિશ્વ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટસ જ નહિ, અસાધારણ સેવાઓ પણ યુવા વર્ગને ઓફર કરીશું. નવી ડિલરશીપનો આરંભ પિયાજીઓ ટુ વ્હીલર્સનાં બિઝનેસ હેડ આશિષ યાખમીની હાજરીમાં થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ તેમની વિશ્વકક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટસના વેચાણ અને સેવાની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ બનાવવાની કટિબધ્ધતા પણ વ્યકત કરી હતી.

Share This Article