Vertiv અને IIT Bombay એ AI-પાવર્ડ ડેટા સેન્ટર્સ માટે એડવાન્સ કૂલિંગ સ્ટ્રેટેજીસ સાથે હાથ મિલાવ્યાં

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ઝડપે વિસ્તરી રહ્યું છે ત્યારે વર્ટીવ (NYSE: VRT) અને આઇઆઇટી બોમ્બેએ એઆઇ-સંચાલિત ડેટા સેન્ટર્સ માટે અદ્યતન કૂલિંગ સોલ્યુશન્સ વિકસાવવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. 54 ટકા ભારતીય વ્યવસાયો પહેલાથી જ કોઈને કોઈ સ્વરૂપમાં એઆઇ અપનાવી રહ્યા છે અને જીપીયુ પાવર વપરાશ વર્ષ 2022માં 700Wથી વધીને વર્ષ 2025 માં 1,200W થવાની ધારણા છે. ડેટા-સેન્ટર કૂલિંગ સિસ્ટમ્સ ઉપરનું ભારણ અગાઉ ક્યારેય વધારે રહ્યું નથી. આ ભાગીદારીનો હેતુ એવા સોલ્યુશન્સ વિકસિત કરવાનો છે, જે આ ઝડપથી વિકસતી થર્મલ માંગ ને સંબોધિત કરે છે તેમજ ઇન્ડસ્ટ્રી-રેડી એન્જિનિયરિંગ પ્રતિભાના સમૂહની રચના કરે છે.

આ સહયોગ વિશે વર્ટીવના પ્રોડક્ટ મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડો. એ.એસ. પ્રસાદે જણાવ્યું હતું કે, “વર્ટીવ ખાતે અમે વિશ્વના કેટલાક સૌથી મોટા ડેટા સેન્ટર્સ અને ટેલિકોમ નેટવર્ક્સ માટે મહત્વપૂર્ણ પાવર અને કૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન અને ડિલિવર કરીએ છીએ. મિશન-ક્રિટીકલ સિસ્ટમ્સને 24×7 ચાલુ રાખવાના દાયકાઓના વાસ્તવિક અનુભવ સાથે અમે રેફ્રિજરેશન અને થર્મલ સિસ્ટમ્સમાં ભારતના અગ્રણી નિષ્ણાતો પૈકીના એક આઇઆઇટી બોમ્બેના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમ.વી. રાણે સાથે સહયોગ કરવાનો આનંદ અનુભવીએ છીએ. વર્ટીવની વૈશ્વિક એન્જિનિયરિંગ કુશળતા અને હજારો ઓપરેટિંગ ડેટા સેન્ટર્સ તેમજ આઇઆઇટી બોમ્બેની ઊંડી સાયન્ટિફિક ઇનસાઇટ્સને જોડીને આ સહયોગ આગામી પેઢીને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાનથી વધુ સારી રીતે સજ્જ થવામાં મદદ કરશે. આ રીતે અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આવતીકાલના થર્મલ એન્જિનિયર્સ, ડેટા સેન્ટર આર્કિટેક્ટ્સ અને ટેકનોલોજી લીડર્સ તેમના ડીએનએમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઇન્ડસ્ટ્રી અંતર્જ્ઞાન બંને ધરાવે છે.”

આ ભાગીદારી વિશે આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર પ્રો. શિરીષ કેદારેએ જણાવ્યું હતું કે, “વર્ટીવ સાથેના અમારા સહયોગથી અમને રિસર્ચને લેબથી લઈને સોલ્યુશન્સ સુધી ઇન્ડસ્ટ્રી સાથે સીધા જોડાણ સાથે લઈ જવા સક્ષમ બનાવવામાં આવ્યા છે. જેમ જેમ એઆઇ અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ વિકસિત થાય છે તેમ તેમ ટેક્નિકલ રીતે મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર બંને અભિગમોની તાત્કાલિક જરૂરિયાત છે. આ પહેલ અમારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઇનોવેશન અને રિયલ-વર્લ્ડ એપ્લીકેશન ઉપર કામ કરવાની તક આપે છે. જ્યારે ઉદ્યોગ રિયલ-વર્લ્ડ એક્સપિરિયન્સ લાવે છે અને એકેડમિયા જિજ્ઞાસા લાવે છે, ત્યારે પરિણામ હંમેશા અપેક્ષાથી વધુ સારું હોય છે.”
આ સહયોગના મૂળમાં આઇઆઇટી બોમ્બેની પેટન્ટ કરાયેલ રોટેટિંગ કોન્ટેક્ટિંગ ડિસ્ક (આરસીડી) ટેકનોલોજી છે, જે એર-સાઇડ પ્રેશર ઘટાડે છે, પંખાના પાવર વપરાશમાં ઘટાડો કરે છે અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા (WUE) વધારે છે. આરસીડી આધારિત બાષ્પીભવન પ્રીકૂલિંગ સિસ્ટમ પાવર યુસેજ ઇફેક્ટિવનેસ (પીયુઇ)માં 15-30 ટકા સુધારો કરી શકે છે અને રિસાયકલ અથવા ટ્રીટ કરેલા ગંદા પાણી સાથે અસરકારક રીતે કાર્ય કરે છે, જે પરંપરાગત ચિલરનો ટકાઉ વિકલ્પ પ્રદાન કરે છે.

આ પ્રોજેક્ટ વર્ટીવ દ્વારા 40 kW લિક્વિડ કૂલિંગ લોડ માટે ડ્રાય કૂલર ડિઝાઇન કરવાથી શરૂ થાય છે. આરસીડી મોડ્યુલને આઇઆઇટી બોમ્બેની હીટ પંપ લેબોરેટરીમાં સંકલિત અને પરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ વર્ટીવની પુણે સુવિધામાં પૂર્ણ-સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સિસ્ટમ પાછળથી આઇઆઇટી બોમ્બે ખાતે એક પ્રદર્શન એકમ તરીકે સેવા આપશે, જે વિદ્યાર્થીઓને વ્યવહારુ અનુભવ પ્રદાન કરશે અને આર્થિક અને પર્યાવરણીય લાભોમાં વધુ સંશોધનને સક્ષમ બનાવશે.

વર્ટીવ અને આઈઆઈટી બોમ્બે સાથે મળીને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ માટે એક માપદંડ સ્થાપિત કરવાનો ધ્યેય રાખે છે.

Share This Article