અમદાવાદ: યુલોજિયા ઇનમાં યોજાયેલા વિનસ ક્રીમ બાર ‘આપકી ખુબસુરતી ઉનકી નઝર સે: સીઝન-૨’ એ અમદાવાદ શહેરને ઉમંગ અને ઉત્સાહથી ભરી દીધુ. અમીત બેરી અને રેનીતા બેરીને 13 સ્પર્ધકોમાંથી ચુસ્ત પરંતુ મજેદાર રાઉન્ડમાં અસરકારક રીતે સ્કોર કર્યા પછી અમદાવાદના વિજેતા તરીકે નવાજવામાં આવ્યા હતા. ધરમ સલવાની, અગેન્દ્ર સિંઘ ગૌતમ અને સુમન ચેલ્લાની જ્યુરી તરીકે હાજર રહ્યા હતા. વિજેતાઓ હવે દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનારી ગ્રાન્ડ ફિનાલે ખાતે રાષ્ટ્રીય ટાઇટલ માટે સ્પર્ધા માં ભાગ લેશે.
‘આપકી ખુબસુરતી ઉનકી નઝર સે: સીઝન-૨’ કોન્ટેસ્ટની પ્રથમ ઇવેન્ટએ ૬૦૦૦ કપલ્સના રજિસ્ટ્રેશન સાથે ભારે પ્રતિભાવ આપ્યો હતો. આ કોન્ટેસ્ટે પ્રિન્ટ, OOH અને ડીજીટલ મીડીયમમાં ૨૦૦ મીલીયનની પહોચ આપી.
૧૫ શહેરોમાં અમદાવાદ બીજું શહેર હતું અને કોન્ટેસ્ટને રહેવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો. ત્રણ દિવસના ગાળામાં સીટી ફિનાલે પહેલા પસંદગી પામેલા સ્પર્ધકોના ફેસટુફેસ ઓડીશન અને ગ્રૂમિંગ સીઝનથી કોન્ટેસ્ટની શરૂઆત થઇ. ફિનાલેમાં સ્પર્ધકોને રેમ્પ વોક તેમજ ગેમ્સ જેવી વિવિધ એક્ટીવીટી કરાવવામાં આવી. તેમની પસંદગી વિવિધ મુદ્દાઓ જેમકે ફેસ વેલ્યુ, કેમિસ્ટ્રી, આત્મવિશ્વાસ અને X ફેક્ટર પરથી કરવામાં આવી.
આરએસપીએલ લિમીટેડના જનરલ મેનેજર શ્રી. મોહિત રાજ સિંઘે આ ઇવેન્ટ પર જણાવ્યું કે. “અમને ખુશી છે કે વિનસ ક્રીમ બાર ‘આપકી ખુબસુરતી ઉનકી નઝર સે: સીઝન-૨’ની શરૂઆત સીઝન-૧ કરતા પણ ખુબજ જબરદસ્ત રહી. અમને અમદાવાદના રહેવાસીઓ પાસેથી એક અદ્ભુત પ્રતિભાવ મળ્યો છે, જેમાં ભાગ લેવા અને પરફોર્મ કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. વિનસ ક્રીમ બાર એ ત્વચાની સારસંભાળ માટે છે, જે રીતે ઇવેન્ટમાં કપલ્સ વચ્ચે પ્રેમાળ સંબંધ દર્શાવ્યો. અમે અમીત બેરી અને રેનીતા બેરીને ફિનાલે માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”
કોન્ટેસ્ટનું આયોજન ઓગસ્ટથી શરુ કરીને આશરે ૬ મહિનાના ગાળા દરમિયાન થયું છે, જેમાં નાગપુર, અમદાવાદ, રાજકોટ, દિલ્હી/એનસીઆર, ચંદીગઢ, જયપુર, ઉદયપુર, ભોપાલ, ઇન્દોર, જબલપુર, રાયપુર, આગ્રા, લખનૌ, વારાણસી અને પટણા સહિતના ૧૫ શહેરોને આવરી લેવામાં આવશે. ભાગ લેવા માટે તથા વધુ જાણકારી માટે registration.venuscremebar.com ની મુલાકાત લો.