અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં આવેલ વેદાંશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વિફTરી)ના શ્રી રાજેશ દેસાઈ દ્વારા ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર માટે ફ્રી વર્કશોપનું આયોજન કરાયું છે. 5 દિવસ માટેના આ ફ્રી વર્કશોપ્સ ડિસેમ્બર, 2023 સુધી ચાલુ રહેશે. જેમાં ભાગ લેનાર સહભાગીઓને સરકારમાન્ય સર્ટિફિકેટ્સ પણ આપવામાં આવે છે. આ માટે નો સમય સવારે 7-00 કલાકેથી 11-00 કલાકનો હોય છે.
આ અંગે આયોજક રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે આ વર્કશોપ્સનું આયોજન છેલ્લાં 2 વર્ષથી કરીએ છીએ અને કોરોનકાળ બાદ ફરી એક વાર ફ્રી વર્કશોપ્સનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી 1200 જેટલા લોકો જોડાયા છે. મારી સાથે અન્ય 5 ફેકલ્ટીઝ પણ તેમને ટ્રેનિંગ આપે છે. આપણા પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના અભિયાન થકી અમે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્ય કરીએ છીએ. આ ઉપરાંત સ્કિલ ડેવલોપમેન્ટ માટે પણ કામ કરીએ છીએ.”
અમદાવાદમાં ઘણા એવા લોકો છે જેમને ફેશન ડિઝાઇનિંગ, ગારમેન્ટ, સીવણ અને બ્યુટી પાર્લર વગેરે અંગે શીખવું હોય છે પરંતુ તેમને વધારે ચાર્જીસ હોવાના કારણે પાછું પડવું પડે છે, પરંતુ આ પ્રકારના ફ્રી વર્કશોપ્સ તેમનામાં રહેલી પ્રતિભા બહાર લાવે છે અને તેઓ એફોર્ડ પણ કરી શકે છે. વધુ માહિતી માટે શ્રી રાજેશ દેસાઈને 9157697394 પર કોલ કરી શકાય છે.