અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના TT ટ્રેનમાં ચઢવા જતા નીચે પટકાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનના ટીટી સાથે એક દુર્ઘટના બનતા રહી ગઇ છે. ટ્રેનમાં ચઢવા જતા ટીટી નીચે પટકાયા હતા. ટીટી ટ્રેન નીચે પટકાતા જોઈને અન્ય લોકોએ ટીટીને બચાવી લીધા હતા. સમગ્ર ઘટનાના વિડિઓ વાયરલ થયો છે. આ ઘટના અમદાવાદમાં રેલવે સ્ટેશન પર બની હતી.૨૬ જૂને બપોરે ૩ વાગ્યે “વંદે ભારત એક્સપ્રેસ” ટ્રેન ફુલ વરસાદમાં અમદાવાદથી ઉપડી મુંબઈ તરફ જતી વખતે નિયમિત સમયે ટ્રેનના દરવાજા લોક થઈ ગયા હતા. તે સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને ટીટી બહાર રહી ગયા હતા. એ સમયે ટીટીએ ઘણો પ્રયત્ન કરી દરવાજા ખખડાવીને અંદર જવા પ્રયાસ કર્યો, પરંતુ દરવાજા ઓટોમેટિક લોકવાળા હોવાને કારણે અંદરથી દરવાજા ન ખુલ્યા. બાદમાં ટ્રેન ધીમી પડતા ટીટીએ ડ્રાઇવરનો દરવાજો ખખડાવ્યો અને ડ્રાઇવરે ચાલુ ટ્રેને અંદરથી દરવાજો ખોલ્યો. ટીટીએ ચાલુ ટ્રેને દરવાજામાં અંદર જવાનો પ્રયાસ કરતા પગ લપસી ગયો હતો. જેથી પગનું સંતુલન ખોરવાઈ ગયું. આસપાસના લોકોએ દોડી જઇને તેમને બચાવ્યા હતા.

Share This Article