અમદાવાદ, ૬૯મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી તા.૨૭મી જુલાઇ-૨૦૧૮ને શુક્રવારના રોજ કચ્છ જિલ્લાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઇટ પર મુખ્યમંત્રીની હાજરીમાં કરાશે. રૂદ્રમાતા સાઇટ ભૂજ ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાનાર આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે રક્ષકવનનો લોકાર્પણ સમારોહ યોજાશે. આ વેળાએ આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન મંત્રી, ગણપતસિંહ વસાવા, શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, વન રાજ્ય મંત્રી રમણલાલ પાટકર, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર પણ ખાસ ઉપસ્થિત રહેશે, તેમ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડા. રાજીવ ગુપ્તા દ્વારા જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૯મા વન મહોત્સવ અંતર્ગત ૩૩ જિલ્લા, ૮ મહાનગરપલિકા, ૨૪૧ તાલુકા અને ૪૫૦૦ ગામોમાં જનભાગીદારી થકી વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. ૮૦૦ નદી કાંઠાના ૮૫૦ થી વધુ સ્થળો ઉપર ૪૦ લાખ રોપા વાવેતરની કામગીરી હાથ ધરાશે.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more