વૈષ્ણો દેવી માતાના દરબારમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. માતા વૈષ્ણો દેવીના દર્શન અને પુજા અર્ચના કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો સતત જારી રહે છે. ભારતમાં સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળો પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે., માતા વૈષ્ણો દેવીની યાત્રા એક ખાસ યાત્રા તરીકે હોય છે. આ યાત્રા પર જવાની તમામ શ્રદ્ધાળુઓની હમેંશા જ ઇચ્છા હોય છે. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે માત્ર ભારતના જુદા જુદા ભાગોમાંથી જ લોકો આવતા નથી બલ્કે ભારતના આસપાસના અને ભારતીય પેટાખંડથી બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. વૈષ્ણો દેવી તીર્થ માટે શ્રદ્ધાળુઓ એમ તો હમેંશા પહોંચે છે પરંતુ ગરમીની રજામાં શ્રદ્ધાળુઓનો ધસારો વધારે રહે છે.
કારણ કે મોટા ભાગના લોકો પરિવારની સાથે વૈષ્ણોવીની યાત્રા માટે કાર્યક્રમ તૈયાર કરે છે. જેમાં બાળકોને પણ આવરી લેવામાં આવે છે. મોટા ભાગના પરિવાર તેમના પરિવારના વરિષ્ઠ સભ્યો અને બાળકોને પણ સાથે રાખે છે. વર્ષ ૨૦૧૪થી પહેલા વૈષ્ણો દેવી દર્શન કરવા માટે જવા ઇચ્છુક લોકોને જમ્મુ રેલવે સ્ટેશનથી કટરામાં બેઝ કેમ્પ સુધી માર્ગ મારફતે યાત્રા કરવાની ફરજ પડતી હતી. જા કે હવે શ્રદ્ધાળુઓને મોટી રાહત થઇ ગઇ છે. કારણ કે મે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનથી પહેલી ટ્રેન રવાના કરી હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દિલ્હીથી જતી મોટા ભાગની ટ્રેનોની સાથે દેશના જુદા જુ હિસ્સાથી માતા વેષ્ણોદેવી માટે સીધી ટ્રેનની સંખ્યામાં વધારો કરી દીધો છે.
જાણકાર લોકો કહે છે કે દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન સાથે જાડાયેલી સુપરફાસ્ટ ટ્રેનોમાં શક્તિ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાન્તિ એક્સપ્રેસ, સામેલ છે. બંને ટ્રેનો સપ્તાહના તમામ સાતેય દિવસ સુધી ચાલે છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કટરા સુધી માત્ર ૧૨ કલાકમાં પહોંચી શકાય છે. આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનો છે. દિલ્હી માતા વૈષ્ણોદેવી રેલવે સ્ટેશન સુધી અન્ય સીધી ટ્રેનોમાં સ્વરાજ એક્સપ્રેસ, માલવા એક્સપ્રેસ, જમ્મુ મેલ, જબલપુર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા, જેબીપી એક્સપ્રેસ, સામેલ છે. માલવા એક્સપ્રેસ અને જમ્મુ મેલ સપ્તાહમાં તમામ દિવસોમાં ચાલે છે. સ્વરાજ એક્સપ્રેસ સોમવારના દિવસે ,મંગળવારના દિવસે, શુક્રવારના દિવસે અને શનિવારના દિવસે ચાલે છે. જ્યારે જેબીપી એક્સપ્રેસ મંગળવારના દિવસે ચાલે છે. રાજધાની એક્સપ્રેસ અને દુરન્ટો એક્સપ્રેસ જેવી લગ્ઝરી ટ્રેને માત્ર જમ્મુ તવી રેલવે સ્ટેશન સુધી જાય છે. જમ્મુ રાજધાની તમામ દિવસોમાં ચાલે છે. ડીઇઇ જેટ દુરન્ટો માત્ર મંગળવારના દિવસે શુક્રવારના દિવસે અને રવિવારના દિવસે ચાલે છે. અજમેર જમ્મુ તવી એક્સપ્રેસ સપ્તાહના તમામ દિવસોમાં ચાલે છે. જમ્મુ રાજધાની અને દિલ્હી જમ્મુ તવી દુરન્ટો બંને ટ્રેનો ક્રમશ નવી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા રેલવે સ્ટેશનથી જમ્મુ જમ્મુ તવી સુધી પહોંચવામાં આશરે નવ કલાકનો સમય લાગે છે. અન્ય ટ્રેનો પણ અનેક રીતે ઉપલબ્ધ છે.
જે સીધી રીતે શ્રદ્ધાળુઓને રાહત આપે છે. આ અન્ય ટ્રેનોમાં શાલીમાર એક્સપ્રેસ, ઝેલમ એક્સપ્રેસ,. તાતા જાટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ભારતમાં જે સૌથી મોટા ધાર્મિક સ્થળો આવેલા છે તેમાં વૈષ્ણો દેવી પણ એક તરીકે છે. વૈષ્ણો દેવીની યાત્રા કરવા માટે હમેશા ભારતીય શ્રદ્ધાળુઓ ઉત્સુક રહે છે. આ વખતે પણ તેની ઉત્સુકતા વઘી રહી છે. શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઇને વારંવાર સરકાર અને સંબંધિતો દ્વારા પુરતા પગલા લેવામા આવે છે. આ વખતે પણ સુવિધા વધે તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. વૈષ્ણો દેવી ખાતે પણ શ્રદ્ધાળુઓ માટે નવી નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વૈષ્ણો દેવીની યાત્રાને હજુ પણ વધારે આરામદાયક બનાવવાની તૈયારીચાલી રહી છે. યાત્રા ધામ ખાતે પણ સુવિધા વધારી દેવાની યોજના છે. જેના પર ચર્ચા ચાલી રહી છે. ટુંકમાં આ સંબંધમાં અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે.