ફુલગુલાબી કોમેડી સાથેની  પ્રતીક ગાંધી અને  દીક્ષા જોશીની ખુબજ સુંદર ફિલ્મ જેમાં પ્રેમકથા પણ બતાવી છે – ‘વ્હાલમ જાઓ ને’

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બર, 2022 ના રોજ રીલિઝ થયેલી એક ગુજરાતી મૂવી છે. આ મૂવી હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને તેમાં પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, સંજય ગોરાડિયા અને ટીકુ તલસાનિયા મુખ્ય પાત્રો તરીકે છે. ‘વ્હાલમ જાઓ ને માટે અન્ય લોકપ્રિય કલાકારો છે જેઓ જયેશ મોરે, ઓજસ રાવલ, કવિન દવે અને બિંદા રાવલ છે.

Photo 2

‘વ્હાલમ જાઓ ને’ પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય કલાકારોના પાત્રાલેખન અને તેમના લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની વિચાર પ્રક્રિયાને એક પંક્તિમાં પ્રતિબિંબિત કરે છે.

પ્રતિક ગાંધી લગભગ ત્રણ વર્ષના લાંબા ગાળા પછી ગુજરાતી ફિલ્મમાં જોવા મળયો દર્શકોને ખુબજ મજ્જા આવી છે એમના રોલ,ચાહકો માટે એક મોટી ટ્રીટ છે! ‘વ્હાલમ જાઓ ને’માં પ્રતિક એક સંગીતકારની ભૂમિકા ભજવે છે અને રણવીર સિંહની સ્ટાઈલિસ્ટ બનવા માંગતી એક શ્રીમંત એનઆરઆઈ ઉદ્યોગપતિની ફેશન ડિઝાઇનર પુત્રી દીક્ષા જોશીના પ્રેમમાં પડે છે જેમાં કોમેડી અને પ્રેમ બને  દર્શાવામાં આવ્યું છે

Share This Article