પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2023’થી સમ્માનિત કરવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા નારીશક્તિની ઓળખ અને નારીમહિમાનો પરિચય કરાવવાના હેતુ સાથે સતત પાંચમાં વર્ષે “ઉર્જા એવોર્ડ્સ”નું આયોજન કરવામાં આવ્યું. ઉર્જા એવોર્ડ્સનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતુ. સમારંભના મુખ્ય અતિથી તરીકે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, શ્રી પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ, સુરેન્દ્રનગરના ટ્રસ્ટી પદ્મશ્રી મુક્તાબેન ડગલી; રંગમંચ, ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર જૈમિની ત્રિવેદી, અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કુમુદબેન પટેલ ઉપસ્થિત રહી એવોર્ડ્સની શોભા વધારી હતી.

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃની ઉજળી પરંપરા આપણા ગ્રંથોમાં જોવા મળે છે, જે સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ નારીશક્તિની ઉજવણી કરતી આવી છે. આ કડીમાં વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં વર્ષે “ઉર્જા એવોર્ડ્સ-2023”નું આયોજન કરવામાં આવ્યું હતુ. ‘ઉર્જા એવોર્ડ્સ 2023’નું આયોજન ટેકફોર્સ અને શ્રી ડેવલોપર્સ અને વિ-કેર ગ્રુપની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ. 

ભારતીય સમાજ પ્રાચીનકાળથી જ સ્ત્રી-પુરૂષ સમાનતાના સાક્ષી હોવાની સાથોસાથે નારીમહિમાના અનેક ઉદાહરણો સાથેનો ઈતિહાસ ધરાવે છે. આ દિશામાં વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર, પ્રતિભાશાળી અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત એવી 10 મહિલાઓને ઉર્જા એવોર્ડ્સ 2023થી સમ્માનિત કરવામાં આવી હતી.

ઉર્જા અવોર્ડ્સ 2023માં સોશિયલ ટ્રેન્ડસેટર માટે સુરતના રાજવી જાન, સોશિયલ સર્વિસ કેટેગરીમાં નિષ્ઠા ઠાકર, સિનેમા ક્ષેત્રે યોગદાન બદલ અભિનેત્રી જિનલ બેલાણી, સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ કેટેગરીમાં મીરા એરડા, સ્પોર્ટ્સ કેટેગરીમાં આયુષી વ્યાસ, વુમેન સોશિયલ અવેરનેસ કેટગરીમાં કામખ્યા ઈન્ડિયા, આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં અભિપ્સા દવે, બિઝનેસ ઇનોવેશન કેટેગરીમાં પાયલ પાઠક, હેલ્થકેર કેટેગરીમાં ડૉ. ટ્વિંકલ પટેલ અને પર્સનાલિટી ટ્રેનર કેટેગરીમાં તન્વી રાઠોડને મહાનુભાવો દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે 10 કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ઉર્જા એવોર્ડ્સ 2023’થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2023થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવના અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે. આ એવી ગૌરવવંતી મહિલાઓ છે જેઓ પર આપણે સૌને ગર્વ છે.

ઉર્જા એવોર્ડ્સ 2023માં સમ્માનિત કરાયેલી મહિલાઓઃ

•       સોશિયલ ટ્રેન્ડસેટર કેટેગરીમાં સુરતના રાજવી જાન

1 RajaviJaan Trendsetter par

•       સોશિયલ સર્વિસ કેટેગરીમાં નિષ્ઠા ઠાકર

2 NishthaThaker SocialWorks 1

•       સિનેમા ક્ષેત્રે યોગદાન બદલ અભિનેત્રી, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર જિનલ બેલાણી

7 JhinalBelani Cinema

•       સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ કેટેગરીમાં મીરા એરડા

10 MiraErda Sports

•       સ્પોર્ટ્સ કેટેગરીમાં આયુષી વ્યાસ

9 AayushiVyas Sports

•       વુમેન સોશિયલ અવેરનેસ કેટગરીમાં કામખ્યા ઈન્ડિયા

3 Nandini KamkhyaIndia

•       આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં અભિપ્સા દવે

5 Abhipsa Dave Art Culture

•       બિઝનેસ ઇનોવેશન કેટેગરીમાં  પાયલ પાઠક

4 PayalPathak Business SharkTankFame

•       હેલ્થકેર કેટેગરીમાં ડૉ. ટ્વિંકલ પટેલ

6 DrTwinklePatel 1

•       પર્સનાલિટી ટ્રેનર કેટેગરીમાં તન્વી રાઠોડ

8 TanviRathod PersonalityTrainer
Share This Article