અમદાવાદ : આવતીકાલે ઉત્તરાયણ હોવાથી પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જણાઈ રહ્યો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે દોરીના ભાવમાં ઉલ્લેખીય વધારો થયો હોવા છતાં પણ બજારમાં છેલ્લા દિવસે ભારે પડાપડી જાવા મળી હતી. શહેરમાં પતંગ અને દોરીના સ્ટોલમાં પણ તેટલો જ વધારો જાવા મળ્યો હતો. આ વર્ષના પતંગના ભાવો આસમાને હોવા છતાં પણ પતંગ રસિકોનો ઘસારો જાતાં વેપારીઓએ પણ ઓછા નફાથી માલ વેચવાનો શરૂ કરી દીધો હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ દાન, પુણ્ય અને ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાનો પર્વ અને આખો દિવસ ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની સાથે ઉંધીયા જલેબીની લિજ્જત માણવાનો પ્રસંગ છે.
સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવશે. ઉંધીયા અને જલેબીના ભાવમાં પણ વધારો જાવા મળી રહ્યો છે. આવતીકાલે ગરમ ગરમ જલેબી અને ઉંધીયાનું પણ ખૂબ જ મહત્વ છે ત્યારે શહેરમાં આવેલ ફરસાણોની દુકાનોના વેપારીઓએ ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈ વિવિધ શાકભાજીઓ ખરીદી કરી ઉંધીયું તૈયાર કરી વેચાણ અર્થે ઠેર ઠેર મુકવામાં આવ્યું છે પરંતુ ચાલુ વર્ષે મોંઘવારી વધતાની સાથે સાથે વિવિધ શાકભાજીઓના ભાવો પણ ઉચંકતા ઉંધીયાંના ભાવમાં વધારો જાવા મળ્યો છે. ઉત્તરાયણના દિવસે શેરડીનું પણ ખાસ વિતરણ કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવીને પુણ્ય મેળવવા માટે દાતાઓ બજારમાંથી ખરીદીને ઘાસચારો ગાયોને દાન કરશે તે માટે અત્યારથી જ બજારમાં લીલો અને સુકો ઘાસચારો લઈને ગાડાં ભરીને વેપારીઓ બજારમાં આવી ગયા છે.
એકંદરે જોરદાર ઉત્સાહ ચારે બાજુ જોવા મળે છે. આ વખતે જએસટી ના કારણે પતંદ અને દોરના કારોબારમાં માઠ અસર થઇ છે. ભાવમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં પતંગના રસિયા લોકો હવે આ પર્વની ઉજવણીને છોડવા માંગતા નથી. પર્વને શાનદાર રીતે મનાવવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે પણ હમેંશાન જેમ જુદા જુદા પ્રકારના પતંગ આકર્ષણ જમાવે છે. જેમાં નરેન્દ્ર મોદ, રાહુલ ગાંધીના પતંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકોના લોકપ્રિય શોના પતંગોન પણ બોલબાલા રહે છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં જએસટી વ્યવસ્થા અમલ બન્યા બાદ તમામ નાના મોટા ઉદ્યોગો પર તેની અસર થઇ છે. પતંગ અને દોરી બજાર પણ બાકાત નથી. પરંતુ અમદાવાદ શહેરના મુખ્ય બજાર દિલ્હી દરવાજા, રાયપુર બજારમાં પતંગના રસિયા લોકો ખરીદી માટે છેલ્લા દિવસે ઉમટી પડ્યા હતા. જુદા જુદા પ્રકારના માસ્ક પણ આકર્ષણના કેન્દ્ર રહ્યા છે.