3 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક સુધી પી & ટી ઓફિસર્સ કોલોની, સેટેલાઇટ, અમદાવાદ ખાતે આયોજન કરાયું હતું
ટેલિકોમ વુમેન વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન(TWWO) એ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા છે. ઉત્કર્ષ મેળાનું આયોજન TWWO-BSNL, ગુજરાત દ્વારા મહિલાઓના ઉત્થાન અને બીએસએનએલ ઉત્પાદનોને પ્રમોટ કરીને, વિક્રેતાઓને તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરીને અને સ્થાનિક વ્યવસાયો માટે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને સમાજની સુધારણા માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં વિઝિટર્સને શોપિંગ, ફૂડ, એન્ટરટેઇન્મેન્ટ બધાનો આનંદ માણવા મળશે. આ પ્રસંગે માનનીય શ્રી પી. કે. પુરવાર, સીએમડી, બીએસએનએલ, નવી દિલ્હી, શ્રીમતી મંજીરી પુરવાર, પ્રેસિડેન્ટ ટીડબલ્યુસીઓ, બીએસએનએલ, નવી દિલ્હી, શ્રી સંદીપ સાવરકર, સીજીએમ, બીએસએનએલ, ગુજરાત તથા ડૉ. અર્ચના સાવરકર, પ્રેસિડેન્ટ ટીડબલ્યુડબલ્યુઓ, બીએસએનએલ ગુજરાત સહીત અનેક ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બપોરે 12 કલાકેથી રાત્રીના 10 કલાક દરમિયાનના આ ઉત્કર્ષમેળાનો મોટી સંખ્યામાં લોકો એ લાભ માણ્યો હતો. મેગેઝિન આત્મઝાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આયોજિત ઉત્કર્ષ મેળામાં ટોટલ 50 સ્ટોલ્સ હતાં જેમાંથી 10 ફૂડ સ્ટોલ્સ અને બાકીના કોમર્શિયલ સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આ 40 સ્ટોલ્સમાં કોમર્શિયલ સ્ટૉલ્સની સાથે બીએસએનએલ ગુજરાતના દરેક 17 પરિચાલન ક્ષેત્ર એ પણ પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેઓ પોતાના શહેરની વિશેષતા દર્શાવી હતી. આ ઇવેન્ટના કારણે સ્થાનિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ, પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું શોકેઝ વગેરે લાભો પણ મળી રહેશે.

આ અંગે માનનીય શ્રી પી. કે. પુરવાર, સીએમડી, બીએસએનએલ, નવી દિલ્હી એ જણાવ્યું હતું કે, “બીએસએનએલ હાલ 3 વર્ગોમાં કાર્યરત છે.- લેન્ડલાઈન, મોબાઈલ, એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત કેમ્પેઇન અંતર્ગત અમે પણ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપીએ છીએ. હાલ એસબીઆઈની 20,000 બ્રાન્ચ અમારા નેટવર્ક સાથે જોડાઈ છે તે પણ અમારા માટે ગર્વની વાત છે.”

શ્રીમતી મંજીરી પુરવાર, પ્રેસિડેન્ટ ટીડબલ્યુસીઓ, બીએસએનએલ, નવી દિલ્હી એ જણાવ્યું હતું કે, “ટીડબલ્યુડબલ્યુસી એ એક કેન્દ્રીય સંસ્થા છે જેના અંતર્ગત ટીડબલ્યુડબલ્યુઓ સંસ્થા કાર્ય કરે છે. આ મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે ચલાવવામાં આવતી સંસ્થા છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો અમારો સંપૂર્ણ પ્રયાસ છે. હું અમારા દરેક વોલ્યુન્ટિયર્સનો આભાર વ્યક્ત કરું છું કે જેઓ દરેક સામાજિક કર્યો માટે અમારી સાથે જોડાય છે.”

શ્રી સંદીપ સાવરકર, સીજીએમ, બીએસએનએલ, ગુજરાત એ જણાવ્યું હતું કે, “મોબાઈલ એક્સ્પાનશનમાં ગુજરાતમાં 6000 બીટીએસ લાગૂ કરવામાં આવશે. 4જી બીટીએસ ભારતમાં સ્ટાર્ટ થયું છે તેમ આ ગુજરાતના સુરતમાં 1 બીટીએસ શરૂ કરવામાં આવ્યું છે કે જેની સ્પીડ 50 એમબીપીએસની આવે છે અને અમે તેને વધુ આગળ વધારી રહ્યા છીએ.”
ડૉ. અર્ચના સાવરકર, પ્રેસિડેન્ટ ટીડબલ્યુડબલ્યુઓ, બીએસએનએલ ગુજરાત એ જણાવ્યું હતું કે, “હું પોતે હોમિયોપેથી ડૉક્ટર છું અને હું ઈચ્છું છું કે દરેક મહિલા પોતાના પગ પર ઉભી રહે. આત્મનિર્ભર બને. અમે આ ઉત્કર્ષ મેળાથી મળતાં ફંડનો ઉપયોગ સમાજ સેવા માટે જ કરીશું. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાનું અન્ય કારણ એ પણ છે કે બીએસએનએલ પરિવારના સભ્યો એકબીજાને મળે.”

ઉપરાંત લોકોના મનોરંજન માટે હાઉસી, લકી ડ્રો, ગિફ્ટ વાઊચર્સ, ડીજે મ્યુઝિક, લાઈવ પરફોર્મન્સ, સેલ્ફી પોઈન્ટ્સ વગેરેનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ટીડબલ્યુડબલ્યુઓ બીએસએનએલ દ્વારા આયોજિત ઉત્કર્ષ મેલા 2024માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્કર્ષ મેલાની સાંજે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.