મુંબઈ: આરબીઆની પોલિસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. આરબીઆઈની એમપીસીમાં કોણ કોણ સભ્યો છે તેને લઇને હમેશા ચર્ચા થતી રહી છે. એમપીસીનું નેતૃત્વ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ કરી રહ્યા છે. આ નીતિ સમિતિમાં જે સભ્યો રહેલા છે તેમાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, ભારતીય સંસ્થાના પ્રોફેસર ચેતન ઘાટે, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના પ્રોફેસર પામી દુઆ અને રવિન્દ્ર ધોળકિયાનો સમાવેશ થાય છે.
આ તમામ લોકો પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરે છે. સર્વંસમતિથી તમામ નિર્ણય કરવામાં આવે છે. બેઠકમાં મૂલ્ય સ્થિરતાના પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ હતી. એમપીસીમાં સામેલ રહેલા સભ્યોના ઢોળકિયાની રજૂઆત પણ જારદાર રહે છે. નિર્ણય કરતી વેળા તમામ નિષ્ણાતો વિસ્તારપૂર્વક ચર્ચા કરે છે. પોતાના અભિપ્રાય પણ આપે છે. સર્વસંમતિથી નિર્ણય થાય છે.
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ પ્રોફેસર પામી દુઆ પણ સામેલ છે