અપકમિંગ ગુજરાતી ફિલ્મ “તું છે ને” નું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : એચ. કુમાર પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત ગુજરાતી મુવી “તું છે ને”નું ૪ ફેબ્રુઆરીના રોજ ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું. તું છે ને એ પ્રશ્ન નથી પરંતુ પ્રેમ પરના વિશ્વાસની વાત છે, આવું જ કાંઈક દર્શાવતી ફિલ્મ તું છે ને ૧ માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. હરેશ જાની દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ એક રોમાન્ટિક- ફેમિલી ડ્રામા ફિલ્મ છે.

તું છે ને ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં શ્યામ નાયર અને ડિમ્પલ બિસ્કૂટવાલા છે. શ્યામ નાયર તથા ડિમ્પલ બિસ્કૂટવાલા સાથે આ ફિલ્મમાં કાર્તિક રાષ્ટ્રપાલ, સ્વાતિ દવે, રાજેશ ઠકકર, નિશિત બ્રહ્મભટ્ટ  અને પ્રશાંત થડેશ્વર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર હરેશ જાની અને ડિરેક્ટર રેહાન ચૌધરીએ જણાવ્યું કે, “આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે જેમાં લાગણી, સંબંધ અને વિશ્વાસના મહત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રણયની આસપાસ ઉભા થતાં પ્રશ્નો અને લાગણીસભર પ્રયાસોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યાં છે.”

ફિલ્મ પ્રેમ પર રાખવામાં આવતાં વિશ્વાસની વાત પ્રસ્તુત કરે છે. આ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર રેહાન ચૌધરી છે. શૈલેષ જોશી દ્વારા લિખિત આ ફિલ્મનું મ્યુઝિક સુપ્રસિદ્ધ  સમીર-માનાએ આપેલ છે, ફિલ્મના ગીતોમાં અવાજ લોકપ્રિય ગાયકો ઓસમાણ મીર, કુશલ ચોક્સી, પલક જોશી તથા બલરાજે આપેલ છે. તું છે ને ફિલ્મનું સમગ્ર શૂટિંગ ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે. તું છે ને ફિલ્મ ૧ માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Share This Article