આગામી ગુજરાતી ફિલ્મ ‘વીર- ઈશાનું સીમંતના’ ટ્રેલરે યુટ્યુબ પર 1.4 મિલિયન વ્યુઝ પાર કર્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ધ્રુવિન દક્ષેશ શાહ દ્વારા નિર્મિત અને નવકાર પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મ ‘વીર- ઈશાનું સીમંતમાં’ મલ્હાર ઠાકર અને પૂજા જોશી છે, જેનું ટ્રેલર છ દિવસ પૂર્વે જ યુટ્યુબ પર રિલીઝ કરાયું અને નેટિઝનોમાં જબરદસ્ત ઘેલું લગાવ્યું હોઈ ટૂંક સમયમાં જ 1.4 મિલિયન વ્યુઝ પાર કર્યા છે.

ફિલ્મની વાર્તા સંતાન પેદા નહીં કરવા માગતા અને તેમની વ્યક્તિગત ઓળખ ધરાવીને જીવન જીવવા માગતા હોય તેવા યુગલની વાર્તા છે. ટ્રેલરમાં ગર્ભાવસ્થા પ્રત્યે નિરાશા બતાવવામાં આવી છે. મુખ્ય પાત્રો યુગલ તરીકે ગર્ભધારણા માટે સામાજિક દબાણને લઈ સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. ફિલ્મમાં કોમેડીનું તત્ત્વ પણ છે.

ગુજરાતી ફિલ્મના ચાહકો રોમાંચિત છે. તેમણે કમેન્ટ સેકશનમાં ફિલ્મકારો પર આશીર્વાદની વર્ષા કરી છે.

નીચે આપેલી લિંક પર ફિલ્મનું ટ્રેલર જુઓઃ https://youtu.be/JRErVz2ummQ

Share This Article