ન્યુ ઉપાસના વિનય મંદિર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં સારંગપુર સ્થિત ઉપાસના વિનય મંદિર ખાતે સરસ્વતી દેવી પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સરસ્વતી દેવીની પૂજા-અર્ચના કેમ કરવામાં આવે છે તે વિશે જાણકારી આપવામાં આવી હતી. શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અજય યાદવ તથા આચાર્ય સોનલ ભાવસારે બાળકોને પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.  ઉપસ્થિત આ કાર્યક્રમમાં શાળા ઉપરાંત ન્યૂ ઉપાસના મંદિર શાળા, રાણીપ સહિત 300 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

IMG 20180122 WA0158

ન્યૂ ઉપાસના વિનય મંદિર તથા અમદાવાદ સિવિલ ડિફેન્સ (મહિલા વિંગ) અને પ્રજાપતિ સમાજ દ્વારા સરદાર નગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નરોડા વિધાનસભાના વિધાનસભ્ય બલરામ થવાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ રક્તદાવ શિબિરમાં 65 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું.

Share This Article