વિતેલા વર્ષને અલવિદા આપવા અને નવા વર્ષને વધાવવા અનેક આયોજન થતા હોય થતાં હોય છે. લોકો મિત્રો કે ફેમિલી સાથે બહારગામ ફરવાથી લઇને મ્યુઝીક પાર્ટીસમાં ડીજેના તાલે ઝૂમવાનો આયોજન કરતા હોય છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અગ્રવાલ એપાર્ટમેન્ટના રહેવાસીઓના એક ગ્રુપે નવા વર્ષને વધાવવા બહાર જમવા જવાનું આયોજન કર્યું. આ ગ્રુપે વિચાર કર્યો કે આપણે અવાર-નવાર બહાર જમવા માટે જતાં જ હોઇએ છીએ, પણ આ વખતે એવું કંઇ કરીએ કે આપણા માટે ઉજવણી યાદગાર બની રહે. અંતે નિર્ણય લેવાયો કે આજે આપણે બહાર જમવા ગયા હોત અને જે ખર્ચો થયો હોત તે તેટલી જ રકમને આપણે ભૂખ્યા લોકોના ભોજન પાછળ ખર્ચ કરીએ. તમામે આ વિચારને વધાવી લીધો અને આશરે ૫૦ જેટલા લોકોને પુરી-શાકનું ભોજન કારવ્યું હતું.