અમદાવાદ શહેરમાં બ્રિલિયન્ટ બ્લોગર્સ દ્વારા 100 બ્લોગર્સની ટીમને સાથે રાખીને અનોખી રીતે સેલિબ્રેશન કરાયું હતું. બ્રિલિયન્ટ બ્લોગર્સ ગ્રૂપના ૧૦૦ બ્લોગર મેમ્બર્સ પૂરા થતાં શહેરમાં ‘૧૦૦ કા દમ’ સેલિબ્રેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લોગિંગ વિશે, સોશિયલ મીડિયા ટ્રેન્ડ વિશે , કોન્ટેન્ટ રાઇટિંગ વિશે અને બ્લોગર્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ વિશે માહિતી આપતા બ્રિલિયન્ટ બ્લોગર્સ ગ્રૂપના ફાઉન્ડર તેમજ બ્લોગર દીક્ષા પંડિત શાહે કહ્યું કે, “અમારા માટે આનંદની વાત છે કે બ્રિલિયન્ટ બ્લોગર્સ ગ્રૂપના ૧૦૦ બ્લોગર્સ મેમ્બર્સ થઈ ગયા જેમાં અલગ અલગ પ્રોફેશન જેવા કે ડૉક્ટર, એન્જિનિયર, કન્ટેન્ટ રાઇટર, મોડેલ, એક્ટ્રેસ, બિઝનેસમેન,ફૂડ,ફેશન,ટ્રાવેલ,લાઈફ સ્ટાઇલ સહિતના અલગ-અલગ ફિલ્ડના બ્લોગર બાય પેશન જોડાયા છે. અને આ બધા બ્લોગર્સ એ વર્કિંગ પ્રોફેશનલ્સ છે. તેઓ તેમના પેશન માટે બ્લોગિંગ પણ કરે છે, જેમાં તેઓ ફૂડ, આઉટફિટ, ટ્રાવેલ, બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે અને પેશનને ફોલો કરે છે.
બ્લોગર્સે પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા હતાં. અમદાવાદ મોસ્ટ હેપ્પનિંગ સિટી છે તો બ્લોગિંગ માટે અહીયાં ખૂબ સારો સ્કોપ છે. મારો હેતુ છે કે આ પ્રકારના બ્લોગર્સ બ્લોગિંગ સાથે તેમાથી અર્નિંગ કરે અને તેના માટે અમારું ગ્રૂપ માધ્યમ બને તે માટેનો આ એક પ્રયાસ છે.’ અમારો મુખ્ય આશય એ છે કે વધુ ને વધુ લોકો આ ગ્રુપ માં જોડાય અને પોતાના બ્લોગીંગ દ્વારા લોકો સુધી વધુ માહિતી પહોંચાડતા રહે”.