અલ્ટીમેટ ખો-ખોમાં રમતની રફતાર રોમાંચિત કરે છે : કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ અવિનાશ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

નાયબ સુબેદાર અવિનાશ સાબલે ભારતીય રમત જગતમાં કોઈ અજાણ્યું નામ નથી. બર્મીધમ રમતોમાં ૩૦૦૦ મીટર સ્ટેપપલ ચેન્જ સ્પર્ધામાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતનાર સાબલેએ ઇવેન્ટમાં 1994 પછી આ પદક હાસિલ કરનાર પહેલા કેન્યાઈ એથલીટ  બનીને દરેક ભારતીયોને રોમાંચિત કરી દીધા છે. એક વાત આ દિવસો દરમિયાન સાબલેને પણ રોમાંચિત કરી રહી છે અને એ છે અલ્ટીમેટ ખોખોમાં રમતની રફતાર.સાબલે બુધવારે વિશેષ અતિથિના રૂપમાં પૂર્ણમાં ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલી અલ્ટીમેટ ખોખોની પ્રથમ સિઝનના ચોથા દિવસે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ખેલાડીની વચ્ચે થયેલા મેચનો લુત્ફ ઉઠાવ્યા બાદ સાબલેએ ગુજરાતના સ્ટાર રંજન શેટ્ટીને મેચનો શ્રેષ્ઠ અટેકરનો પુરસ્કાર પણ આપ્યો હતો. આ રંજનની સાથે સાથ સાબલે અને અહીં સુધી કે અલ્ટીમેટ ખોખો માટે પણ એક યાદગાર પલ હતી.એ કહેવું જરૂરી છે કે, સાબલેને બર્મીધમમાં ગયા મહિને આયોજિત રમતોમાં ૮:૧૧.૨૦ મિનિટના નવો રાષ્ટ્રીય રેકોર્ડ ની સાથે ૩૦૦ મીટર સ્ટેપલ ચેન્જ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમનો પદક એટલા માટે ખાસ છે કે કેમ કે તેઓ ૧૯૯૪ પછી આ ઇવેન્ટમાં પદક જીતનાર વાળા પહેલા કેન્યાઈ એથલીટ છે. આ સ્પર્ધાનો ગોલ્ડ કેન્યાના અબ્રામ કેબીવોતે  ૮:૧૧.૧૫ મિનિટ સમયની સાથે જીત્યો. સાબલેએ ફિનિશ લાઈન પાર કરી કરવા માટે તેનાથી સેકેન્ડના ૫૦૦માં ભાગથી ઓછો સમય લીધો.વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં સાબલે ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે જે રમતને તેમને બાળપણમાં રમી છે તેનો વિકાસ અને ઉત્થાન જોઈને તેઓ ખૂબ ખુશ છે અને જે વાત તેમને સૌથી વધુ રોમાંચિત કરી છે તે નયા રૂપમાં ખો- ખોની રફતાર છે.સાબલે એ કહ્યું કે, અહીં આવીને ખૂબ સારું લાગ્યું. ગેમમાં શું સ્પીડ છે. હું બાળપણમાં ખો-ખો રમ્યા કરતો હતો એ સમયેની રમત સ્લો હતી પણ તેની તુલનામાં ખો-ખો હવે ખૂબ બદલાઈ ગઈ છે. આ સ્પીડ રોમાંચિત કરે છે જે સ્પીડમાં અહીં ખો-ખો રમાઈ રહી છે તેમાં બચવું ખૂબ જ મુશ્કેલ છે.સાબલે એ પણ કહ્યું કે, અલ્ટીમેટ ખો-ખો માટે પુણે આવીને અને એક મેચનો લુત્ફ લીધા બાદ તેમણે બાળપણની યાદો તાજા થઈ ગઈ છે. સાબલેએ પણ કહ્યું કે ,અહીં આવીને બચપણ બાળપણની યાદો તાજા થઈ ગઈ છે. અમે પણ ખૂબ ખો-ખો રમી છે, અહીં આવીને મહેસુસ કર્યું કે અમે જે ખો-ખો રમતા હતા તેનાથી આ ખૂબ અલગ છે.

૧૪  ઓગસ્ટે શરૂ થયેલી અલ્ટીમેટ ખો-ખોમાં અત્યાર સુધી કુલ આઠ  મુકાબલા રમાઈ ચૂક્યા છે ફક્ત બે ટીમો ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ખેલાડીસની વચ્ચે બે -બે મેચોનો કોટા પૂરો થયો છે. જ્યારે બે અન્ય ટીમો ચેન્નાઈ ક્વિક ગન્સ અને તેલુગુ યોદ્ધાએ ત્રણ – ત્રણ મેચ રમી છે. અંકની વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ સતત ત્રણ જીતની સાથે નવ અંક લઈને 6 ટીમોમાં સૌથી ટોપ પર છે. તેલુગુ યોદ્ધાના ખાતામાં બે જીત અને એક હારથી છ અંક છે અને તે બીજા સ્થાન પર છે. ત્રણ ટીમો ઓડિશા જગરનોટ્સ,  ચેન્નઈ અને મુંબઈને એક -એક જીત મળી છે. જ્યારે રાજસ્થાન વોરિયર્સનું અત્યાર સુધી ખાતું પણ ખૂલ્યું નથી.શુક્રવારે બે મુકાબલા રમાશે ,જેમાં રાજસ્થાન વોરિયર્સનો સામનો ઓડિશા જગરનોટ્સ અને મુંબઈ ખેલાડીનો સામનો ચેન્નઈ ગન્સની સાથે થશે.  રાજસ્થાનને પણ પોતાનું ખાતું ખોલવાનું છે. તેને સતત બે હાર મળી ચૂકી છે. ઓડિશન એ બેમાંથી એક મેચ જીતી અને એકમાં હાર મળી છે. આવી રીતે ચેન્નઈને બે હાર પછી બુધવારે જીત મળી છે અને તેલુગુ યોદ્ધાને છ અંકોથી હરાવ્યું હતું. ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો- ની ફાઇનલ ૪ સપ્ટેમ્બરે થશે. ખો- ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી અમિત બર્મન દ્વારા પ્રમોટેડ અલ્ટીમેટ ખો- ખોનું સોની સ્પોટ્સ નેટવર્ક પર પાંચ ભાષાઓમાં સીધુ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.આ મેચો  SONY TEN 1 (અંગ્રેજી), SONY TEN 3 (હિન્દી અને મરાઠી) TEN 4 (તેલુગુ અને તમિલ) તેમજ SonyLIV સ્ટીમ થતા તમે જોઈ શકો છો.ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડીસ, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સ અને તેલુગુ યોદ્ધાસ એ છ ફ્રેન્ચાઈઝી છે જે ૨૨ દિવસના સમયગાળામાં આ ટાઇટલ માટે લડી રહી છે.પ્રત્યેક દિવસે બે મેચ થાય છે. દરરોજ બે મેચ સાથે લાઇવ કવરેજ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થાય છે. ટીવી પર લાઈવ એક્શન જોવા માટે સોની ટેન ૧ ( અંગ્રેજી ) સોની ટેન ૩ (હિન્દી અને મરાઠી) સોની ટેન – ૪ (તેલુગુ અને તમિલ) અને સોનીલીવ ટ્યુન ઇન કરો.
આ ઇવેન્ટીની ટિકિટ ‘બુક માય શો’ પરથી ખરીદી શકાશે.*Match tickets on, BookMyShow**For more updates, follow,*Facebook/ultimatekhokholeagueTwitter/ultimatekhokhoInstagram/ultimatekhokhoSharechat: https://sharechat.com/profile/ultimatekhokho?d=nMOJ: https://mojapp.in/@ultimatekhokho?referrer=TCyaCdk-wtaRcX

Share This Article