યુક્રેને રશિયા પર ૯/૧૧ જેવો હુમલો કર્યો, ડ્રોન દ્વારા 6 ઈમારતોને નિશાન બનાવી

Rudra
By Rudra 2 Min Read

યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી બાદ યુક્રેન વધુ ઘાતક બન્યું છે.

અહેવાલો અનુસાર, યુક્રેને શનિવારે રશિયા પર 9/11 જેવો હુમલો કર્યો છે. યુક્રેન આર્મીએ કઝાનમાં 6 ઈમારતો પર ડ્રોન હુમલો કર્યો હતો, આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. હુમલા બાદ ઈમારતો ખાલી કરાવવામાં આવી છે અને શાળાઓને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે એક હુમલો થયો હતો. એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રારંભિક માહિતી અનુસાર, યુક્રેનની સેનાએ લગભગ 8 ડ્રોન વડે 6 ઈમારતોને નિશાન બનાવી છે. સતત હુમલાઓને કારણે, તેઓ રશિયામાં ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં રહેવા માટે મજબૂર છે. કઝાન શહેરના મેયરે લોકોને સલામત સ્થળે રહેવા કહ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રોને કમલેવ એવન્યુ, ક્લેરા ઝેટકીન સ્ટ્રીટ, યુકોઝિન્સકાયા, ખાદી તકતશ અને ક્રસ્નાયા પોસિટિ્‌સયા પરની ઇમારતોને નિશાન બનાવી હતી. વધુ બે ડ્રોને ઓરેનબર્ગસ્કી ટ્રેક્ટ સ્ટ્રીટ પર એક ઘરને નિશાન બનાવ્યું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાના વિસ્તારમાં હાજર તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હુમલા બાદ, રશિયાના તાતારસ્તાન પ્રદેશની સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં તમામ સામૂહિક કાર્યક્રમો આગામી બે દિવસ માટે રદ કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર સરકારે આ પગલું ભર્યું છે. આ ર્નિણયથી એવું લાગી રહ્યું છે કે રશિયા યુક્રેનની એટેકિંગ પાવરને હળવાશથી નથી લઈ રહ્યું અને ભવિષ્યમાં પણ આવા હુમલા થવાની આશંકા છે. જોકે, રશિયાએ હંમેશા કહ્યું છે કે તે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપશે. હવે જોવાનું એ રહે છે કે આ હુમલાના જવાબમાં રશિયા શું કરશે.

Share This Article