અમદાવાદ : ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિશ્વ માનવ અધિકાર દિન નિમિત્તે સેક્ટર-8 ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ મહિલા અને બાળવિકાસ માટે સતત પ્રયત્નશીલ થઈને કાર્ય કરી રહ્યું છે. ઉદગમ ટ્રસ્ટ હરહમેશ ભારતના ભાવી નાગરિકના ઘડતર માટે પ્રયાસો કરી રહ્યું છે. સંસ્થા દ્વારા પ્રોજેક્ટ “ઉમંગ” અંતર્ગત ગાંધીનગરની વિવિધ શાળાના વંચિત બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સમયાનુસાર તેઓની જરીરુયાત મુજબ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી આ વંચિત બાળકો સારું શિક્ષણ મેળવીને સારા નાગરિક બની શકે.
શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવુંએ માનવ અધિકારની દ્રષ્ટીએ મુખ્ય જરીરુયાતને ધ્યાનમાં રાખીને બૌદ્ધ ધર્મના ધર્મગુરુ દલાઈ લામાંને વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે નોબલ પાારિતોષિત મળે તેને ધ્યાનમાં રાખીને સેક્ટર :૬ માં આવેલ તિબેટીયન સ્વેટર માર્કેટના લોબનસિંહ અને તેમના મિત્રોએ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટની સાથે રહીને સેક્ટર ૮ ની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર, ટોપી, મોજા, વગેરેનું વિતરણ કર્યું હતું.
ઉદગમ ટ્રસ્ટના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોશીના માર્ગદર્શનમાં અધિકાર દિન નિમીતના ઉમંગ પ્રોજેક્ટના અંતર્ગતના પ્રયાસોને સફળ બનાવવા માટે દીપાંશ છાબડા, કિરાત જોષી અને કુણાલ દલવાડી તથા શાળાના શિક્ષકોએ ખુબ જેહમત ઉઠાવી હતી.
