દેશભરના અને વિશ્વના ભારતીયો ટૂંક સમયમાં આવી રહેલ દિવાળી કે દિપાવલીને કારણે તહેવારોના રંગમાં છે. દર વર્ષે, ટવીટર, લોકોને ટવીટર પર આશ્ચર્ય આપવા અને ખુશ કરવા મટે વિશિષ્ટ ઇમોજીનું સર્જન કરે છે અને ચાલુ વર્ષે પ્રકાશના તહેવાર દરમિયાન દીવાની જ્યોત કેટલી ઊંચી ઝળહળે છે તેને અંકુશિત કરવા માટે ઉજવણી કરતા લોકોને આ પ્લેટફોર્મ સવલત આપી રહ્યું છે!
ઇમોજી કે જે દિવો કે તેલનો દીવો છે, તેને લાઇટ મોડમાં જોતા નાની જ્યોત સાથે દેખાશે. આમ છતાં, પ્રકાશના તહેવારના ઉત્સાહને અનુસાર રાખતા, પ્રેક્ષકો ટ્વિટરના ડાર્ક ઝોનમાં જતા જ્યોત વધુ તેજસ્વી થતી હોવાનું જોઇ શકે છે. ખાસ ડિઝાઇન કરાયેલ ઇમોજી દિવાળીના ઉત્સાહમાં વધારો કરશે અને ટ્વિટર ટાઇમલાઇન્સને પ્રકાશિત કરશે.
ટવીટરના ડાર્ક મોડમાં બે વેરિયેશન્શ “ડીમ” અને “લાઇટ્સ આઉટ”નો સમાવેશ થાય છે. પહેલું અગાઉથી જ વેબ, iOS અને એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે, જ્યારે બીજુ વેબ અને iOS પર ઉપલબ્ધ છે અને ચાલુ સપ્તાહે એન્ડ્રોઇડ પર મુકવામાં આવ્યું હતું. “લાઇટ્સ આઉટ” મોડ OLED સ્ક્રીન્સ ધરાવતા ડિવાઇસ પર બેટરી બચાવી શકે છે, રાત્રે વાંચનક્ષમતામાં સુધારો કરે છે અને ખાસ પ્રકારના દ્રષ્ટિ વિકલાંગો માટે ઍક્સેસિબિલીટીમાં વધારો કરે છે.
ઇમોજી 29 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે અને તે બંગાળી, ઇંગ્લીશ, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલાયલમ, મરાઠી, પંજાબી, ઉરિયા, તામિલ અને તેલુગુ સહિતની 11 ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે જે વિવિધ પ્રકારના લોકોને #Diwali ઉજવવાની જાહેર ચર્ચામાં ભાગ લેવાની તક આપશે. અહીં કેટલાક હેશટેગ આપેલા છે જે ઇમોજી દેખાડશે: #শুভদীপাবলি, #Deepavali, #Diwali, #HappyDeepavali, #HappyDiwali, #શુભદિવાળી, #दिवाली, #दीपावली, #शुभदीपावली, #ದೀಪಾವಳಿಹಬ್ಬದಶುಭಾಷಯಗಳು, #ദീപാവലിആശംസകള്, #शुभदीपावळी, #ਦਿਵਾਲੀਮੁਬਾਰਕ, #ଶୁଭଦୀପାବଳି, #தீபாவளிநல்வாழ்த்துக்கள் and #దీపావళిశుభాకాంక్షలు.
દિવાળીના મુખ્ય અંશોમાં અગત્યની સંસ્કૃતિ મિત્રો, પરિવાર સાથે સમય વિતાવવાની અને ખાણીપીણીમાં વ્યસ્ત રહેવાની છે, તેથી જ ખાસ ઇમોજી સાથે ટાઇમલાઇને પ્રકાશિત કરવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ટ્વિટરે ફૂડ ક્ષેત્રેના પ્રકાશકો સાથે ભાગીદારી કરી છે જેથી ટ્વિટર ટાઇમલાઇન્સને વધુ ગમે તેવી બનાવી શકાય. ટવીટર પર રહેલા લોકો ભારતીય શેફ પાસેથી આકર્ષક માહિતીનો ઉપયોગ કરવા સક્ષમ બનશે કેમ કે તેઓ તહેવારની રેસિપીનું ટ્વિટ કરીને ઉજવણી કરતા હોય છે.
દેશભરના ટોચના શેફ (અને વિવિધ ભારતીય રાંધણકળાનું બેકગ્રાઉનડ ધરાવવાની સાથે) રેસિપી અને તેમની લોકપ્રિય લહેજતદાર અને મીઠાઇની યાદો શેર કરશે. કેટલાક સમાવિષ્ટ શેફમાં બોમ્બે કેન્ટીનના એક્ઝિક્યુટીવ શેફ થોમસ ઝેચરિયાસ (@ChefTZac), સેલિબ્રિટી શેફ અને ઉદ્યોગસાહસિક સંજીવ કપૂર (@SanjeevKapoor), Le15 પેટીસેરીના માલિક અને લેખક પૂજા ધિંગ્રા (@poojadhingraa), ગોઇલાઝ બટરના સ્થાપક સારાંશ ગોઇલા (@SaranshGoila), ફૂડ બ્લોગર અને લેખક નંદિતા ઐયર (@saffrontrail), માસ્કના એક્ઝિક્યુટીવ શેફ અને સહ માલિક પ્રતીક સાધુ (@PrateekSadhu) અને માસ્ટરશેફ ઇન્ડિયાની વિજેતા શિપ્રા ખન્ના (@ChefShipra)નો સમાવેશ થાય છે.
એમ્બેડેબલ ટ્વિટ: https://twitter.com/TwitterIndia/status/1186615956920885249
લોકો શેફને #TopChefDiwali,પણ ટ્વિટ કરી શકે છે જેથી તેમની તહેવારની મનગમતી રેસિપીનો પણ ઉમેરો શેર કરવ કહી શકે છે. તેમના ચાહકો આ શેફને હેશટેગનો ઉપયોગ કરીને પ્રશ્નો પણ પૂછી શકે છે.
એનડીટીવી ફૂડ (@NDTVFood) દિવાળી માટે બે તહેવારની સિરીઝ ધરાવે છે જે અનુક્રમે હિલ્ટન હોનર્સ અને એક્સ્પો 2020 દુબઇ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. પ્રથમ કૂકીંગ સિરીઝ છે જેમાં દિવાળીના પાંચ દિવસોને આવરી લેવામાં આવ્યા છે જેનું સંચાલન ફક્તને ફક્ત ટ્વિટર પર શેફ વિકી રતનાણી (@VickyRatnani) દ્વારા કરવામાં આવશે અને બીજી સિરીઝ છે #HealthifyingDiwali જેમાં ન્યૂટ્રીશનીસ્ટને બતાવવામાં આવ્યા છે જે તહેવારની સિઝનમાં દરેક જણા સારુ ખાય, સારો નાસ્તો કરે અને સારી ભેટ આપે તે સુનિશ્ચિત કરવા માગે છે.
એમ્બેડેબલ ટ્વિટ: https://twitter.com/NDTVFood/status/1185866498516103169
ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીએ જણાવ્યું હતં કે, “પ્રત્યેક તહેવારમાં ટ્વિટર આનંદિત વાતચીતો સાથે લાઇવ હોય છે, જે લોકોને અને બિઝનેસીસને શું થઇ રહ્યું છે તેની સાથે જોડાવામાં સહાય કરે છે અને દિવાળી દરમિયાનમાં ખાસ કરીને આ સાચુ છે, કેમ કે વિશ્વના દરેક ભારતીયો પોતાની ઉજવણીઓ વિશે ટ્વિટ કરે છે. વાતોમાં વ્યસ્ત રાખવાની અમારી પરંપરા અનુસાર તેમજ નવીનતાઓ સાથે તેમને ખુશ રાખવા માટે અમે ‘લાઇટ્સ ઓન દિયા ઇમોજી’ લોન્ચ કર્યું છે જેથી પ્રકાશના તહેવારની ખુશીને વ્યક્ત કરી શકાય.”
ટ્વિટર ભારતના વિવિધ તહેવારોની યૂઝર્સ ખુશ કરીને અને વાતોમાં વ્યસ્ત રાખીને ઉજવણી કરે છે. હેશટેગ સાથે ટ્વિટીંગ કરીને #HappyDiwali પ્રાપ્ત કરો!