ટીવીએસ ટાયર્સે સ્કૂટર ટાયરની બે નવી પેટર્ન રજૂ કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતમાં ટુ અને થ્રી વ્હિલર ટાયર્સ અને ઓફ-હાઈવે ટાયર્સની સૌથી મોટી ઉત્પાદક અને નિકાસકારોમાંની એક કંપની ટીવીએસ ટાયર્સે અમદાવાદમાં સ્કૂટર ટાયરની બે નવી પેટર્ન્સ જમ્બોએક્સટી અને પેન્સર-2’ રજૂ કરવાની જાહેરાત કરી હતી.

જમ્બોએક્સટી અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ડિઝાઈન કરાઈ છે અને નવી બોલ્ડ, કડક બ્લોક ટાઈપ ટ્રેડ ડિઝાઈન ધરાવે છે, જે ઉત્કૃષ્ટ ગ્રીપ પૂરી પાડે છે. આ ટાયર અજોડ સમાંતર ગ્રૂવનું ફિચર પણ ધરાવે છે, જે પાણીને ઝડપથી ટાયર પરથી દૂર કરવામાં મદદરૂપ થાય છે અને ભીના રસ્તાઓ પર વધુ સારી ગ્રીપ ધરાવે છે. વળાંક વખતે પણ રસ્તા પર સારી ગ્રીપ માટે જમ્બોએક્સટી રાઉન્ડેડ શોલ્ડર પ્રોફાઈલ ધરાવે છે.

પેન્સર-2 નવી બ્લોક ટાઈપ ડિઝાઈન અને ગ્રૂવ ચેનલ્સ ધરાવે છે, જે ભીના તેમજ સૂકા રસ્તાઓ પર સ્થિરતા અને મજબૂત પક્કડમાં સુધારો લાવે છે તેમજ એકંદર માઈલેજમાં વધારો કરે છે. પાણીને ઝડપથી દૂર કરવા માટે ડિઝાઈન કરાયેલી આ પેટર્ન ચાલકને ભીના માર્ગો પર વધુ સારી રાઈડિંગ માટે સક્ષમ બનાવે છે.

આ લોન્ચિંગ અંગે વાત કરતાં ટીવીએસ શ્રીચક્ર લિ.ના ડિરેક્ટર પી. વિજય રાઘવને જણાવ્યું હતું કે, ‘જમ્બો-એક્સટી અને પેન્સર-2 સ્કૂટર ટાઈપ પેટર્નના લોન્ચિંગની જાહેરાત કરતાં અમને ગર્વ થાય છે. અમારું માનવું છે કે ભારતમાં સ્કૂટર સેગ્મેન્ટ સ્થાનિક ટુ-વ્હિલર બજારમાં વૃદ્ધિના પ્રાથમિક ચાલકબળોમાંનું એક છે અને તે દેશના શહેરો, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તીવ્ર માગ ધરાવે છે. જમ્બો-એક્સટી અને પેન્સર-2 ટેક્નોલોજીકલી શ્રેષ્ઠ ઉત્પાદન છે અને ઉચ્ચગુણવત્તાના માપદંડો ધરાવે છે તથા અલગ-અલગ માર્ગોની સ્થિતિ પર તેની આકરી પરીક્ષા કરવામાં આવી છે.’

જમ્બોએક્સટી અને પેન્સર-2 બંને 90/100 – 10 53J TL કદમાં ઉપલબ્ધ બનશે. નવી સ્કૂટર ટાયર પેટર્ન સમગ્ર દેશમાં બધા જ શહેરો અને નગરોમાં વ્યાપક સ્તરે ઉપલબ્ધ બનશે.

Share This Article