નવીદિલ્હી : રાજ્યસભામાં સર્વસંમતિ ન સધાવવાના લીધે મોનસુન સત્રના છેલ્લા દિવસે ત્રિપલ તલાક બિલ ટળી ગયું છે. રાજ્યસભામાં સહમતિ નહીં રહેતા નિષ્ફળતા હાથ લાગી છે. આ બિલ મડાગાંઠના કારણે રજૂ થઇ શક્યુ ન હતું. આજે રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, બિલ પર ગૃહમાં એકતા દેખાતી નથી જેથી આને રજૂ કરી શકાશે નહીં. એક દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે સુધારાને મંજુરી આપી હતી. એમ માનવામાં આવે છે કે, હવે તેને શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. અલબત્ત સરકારની પાસે તેના ઉપર વટહુકમ લાવવા માટેનો વિકલ્પ રહેલો છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવાના પ્રયાસથી ભાજપની પાસે હવે કોંગ્રેસને ભીંસમાં લેવાની તક મળી ગઈ છે. મોનસુન સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસના સભ્યો દ્વારા ભારે ધાંધલ ધમાલ કરવામાં આવી હતી જેના લીધે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ કરવામાં આવી હતી. સંસદનું મોનસુન સત્ર આજે પૂર્ણ થયું હતું. ત્રિપલ તલાકને વર્તમાન સત્રમાં જ રજૂ કરવાના ભાજપ સરકારના ઇરાદા ઉપર પાણી ફરી વળ્યું છે.
આ પહેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ત્રિપલ તલાકને લઇને કોંગ્રેસનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સભ્યોએ રાફેલ વિમાન સોદાબાજીમાં અનિયમિતતાને લઇને કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરીને સંસદ સંકુલમાં સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેખાવો કર્યા હતા. પાર્ટીના સભ્યોએ આ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગ કરી હતી. કોંગ્રેસના સભ્યોએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને નારાબાજી કરી હતી. શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. તે પહેલા રાફેલ વિમાન સોદાબાજીને લઇને જેપીસી તપાસની માંગ કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ભારે ધાંધલ ધમાલ વચ્ચે ગૃહની
કાર્યવાહી બે વખત મોકૂફ કરવી પડી હતી. શૂન્યકાળમાં જ તૃણમુલ કોંગ્રેસને વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુળભુત બિલ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે પરંતુ રાજ્યસભામાં પેન્ડિંગ છે. અહીં ભાજપના નેતૃત્વમાં એનડીએની પાસે બહુમતિ નથી. કેન્દ્રીય કેબિનેટે ગઇકાલે જ સુધારાને મંજુરી આપી હતી. ગઇકાલે મુસ્લિમ સમુદાયના ત્રિપલ તલાક સાથે જાડાયેલા સૂચિત કાયદામાં આરોપીને સુનાવણીથી પહેલા જામીન આપવાની જાગવાઈને મંજુરી આપવામાં આવી હતી.
હકીકતમાં આ પગલા મારફતે કેન્દ્રીય કેબિનેટે એવી ચિંતાને દૂર કરી હતી કે, ત્રિપલ તલાકની પરંપરાને ગેરકાયદે જાહેર કરવા તથા પતિને ત્રણ વર્ષની સજા આપનાર સૂચિત કાયદામાં ગેરરીતિ રહેલી છે. સૂચિત કાયદામાં હજુ પણ બિનજામીનપાત્ર વ્યવસ્થા છે, પરંતુ આરોપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી શકે છે. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આપી શકાય તેમ નથી.
કાયદામંત્રી રવિશંકર પ્રસાદ કહી ચુક્યા છે કે, આ જાગોવાઈ એટલા માટે જાડવામાં આવી છે કે, મેજિસ્ટ્રેટ પત્નિની રજૂઆતને સાંભળ્યા બાદ જામીન આપી શકે છે. એક અન્ય સુધારો પણ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ માત્ર એજ વખતે કેસ દાખલ કરશે જ્યારે પીડિત પત્નિ તેના અન્ય કોઇ સંબંધી અથવા તો લગ્ન બાદ સંબંધી બનેલી કોઇ વ્યÂક્ત દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવે. એવી ચિંતાઓને પણ દૂર કરવામાં આવી છે કે, કોઇ પડોશી પણ કેસ દાખલ કરી શકે છે.