એક યુવકે મુંબઈના રસ્તા પર મહિલા યુટ્યુબરની કથિત રીતે છેડતી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાઉથ કોરિયાની નાગરિક છે. પોલીસે કહ્યું કે આ સંબંધમાં તેમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ તેમણે પોતે આ ઘટનાની નોંધ લીધી અને બે લોકોની ધરપકડ કરી. આદિત્ય નામના યુઝરે ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુટ્યુબના લાઈવ સ્ટ્રીમ દરમિયાન એક વ્યક્તિ એક યુવતીનો હાથ પકડીને હેરાન કર્યો.
યુઝરે ટિ્વટર પર વિડિયો પોસ્ટ કરતા લખ્યું, “”@MumbaiPolice કોરિયાની એક સ્ટ્રીમરને ખારમાં ગઈકાલે રાત્રે આ છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવી હતી જ્યારે તે ૧૦૦૦ થી વધુ લોકોની સામે લાઈવ સ્ટ્રીમ કરી રહી હતી. આ નિંદનીય છે અને તેમની સામે પગલાં લેવા જોઈએ.” વીડિયોમાં શું દેખાય રહ્યું છે? તે જાણો… વીડિયોમાં જોવા મળે છે કે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુવક અચાનક યુવતીની ખૂબ નજીક આવી જાય છે. પછી મહિલાનો હાથ પકડીને ખેંચવા લાગે છે. મહિલા વિરોધ કરે છે છતાં તેનો હાથ ખેંચવાનો પ્રયાસ કરે છે. જ્યારે મહિલા સ્થળ પરથી જતી રહી ત્યારે તે જ વ્યક્તિ તેના એક મિત્ર સાથે મોટરસાઇકલ પર આવે છે. તે મહિલાને તેને તેના ઘરે મૂકવા કહે છે પરંતુ મહિલાએ અંગ્રેજીમાં ના પાડી દીધી. અને મહિલાએ શું કહ્યું?… બાદમાં મ્યોચી નામના યુઝરે વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. “ગઈકાલે રાત્રે સ્ટ્રીમમાં એક વ્યક્તિ હતો જેણે મને હેરાન કર્યો. મેં પરિસ્થિતિને વધુ વણસવા ન દેવાનો પૂરો પ્રયાસ કર્યો અને ચાલ્યો ગયો કારણ કે તે તેના મિત્ર સાથે હતો… કેટલાક લોકોએ કહ્યું કે હું ખૂબ ફ્રેન્ડલી છું, તેથી આ બન્યું.” આ સમગ્ર મામલામાં મુંબઈ પોલીસ પાસે કોઈ ફરિયાદ નથી આવી, પરંતુ પોલીસે જ નોંધ લઈને તપાસ શરૂ કરી અને બે લોકોની ધરપકડ કરી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે પીડિતા પાસેથી સંપર્ક વિગતો માંગી છે જેથી કરીને મામલાની તપાસ થઈ શકે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈએ પોલીસને ફરિયાદ કરી નથી.