ટ્રાઇબલ ફેશન ઇન ટ્રેન્ડ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બદલતા મોસમ સાથે ફેશનમાં પણ આપોઆપ બદલાવ આવી જાય છે. ફેશનની સાથે સાથે એક્સેસરીમાં પણ બદલાવ જોવા મળે છે. ઉનાળાની સિઝનમાં ટ્રાઇબલ પ્રિંટ છવાઇ ગઇ છે. કોલેજ ગોઇંગ ગર્લ્સમાં તો ટ્રાઇબલ પ્રિંટનો ક્રેઝ વધ્યો છે, સાથે સાથે ટ્રાઇબલ એક્સેસરી પણ માર્કેટમાં છવાઇ છે.

ટ્રેન્ડી ઇયરરિંગ્સ– લોન્ગ સ્કર્ટ હોય કે કોઇ પણ એથનિક આઉટફિટ, ટ્રાઇબલ ડિઝાઇન વાળા ઇયરરિંગ્સ તમને આકર્ષક લૂક આપશે. માર્કેટમાં સિલ્વરની જગ્યાએ વાઇટ અને બ્લેક મેટલથી બનેલા ઇયરરિંગ્સ સરળતાથી મળી જશે.

kp.comearings

બોહેમિયન ટ્રાઇબલ સ્કાર્ફ– ફોર્મલ આઉટફિટ હોય કે કેઝ્યુઅલ બંનેની સાથે ટ્રાઇબલ સ્કાર્ફને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સિમ્પલ ડ્રેસ અથવા બ્રાઇટ કલર્સ સાથે સ્કાર્ફ શોભશે.

kp.comscarf

આફ્રિકન પ્રિન્ટ– હાલ આફ્રિકન પ્રિન્ટ ખૂબ ચલણમાં છે. ઉનાળામાં જો કપડા ખરીદવા જાવ છો તો આફ્રિકન પ્રિન્ટ અથવા ટ્રાઇબલ પ્રિન્ટ વાળા કપડા ખરીદો. સ્કર્ટ, સલવાર કમીઝ અથવા વન પીસમાં તમને આરામથી આ પ્રિન્ટ મળી જશે.

kp.comdress

બોહો બેન્ગલ્સ– એથનિક લૂક સાથે આ બોહો બેન્ગલ્સ ખૂબ જ આકર્ષિત લાગે છે. દરેક પ્રકારના લૂક સાથે આ પ્રકારના બેન્ગલ્સ શોભી ઉઠે છે.

Vintage Boho Bracelets Bangles Antique Silver Carved Coin Bracelet Gypsy Ethnic Tribal Women Jewelry SL065.jpg 640x640

Share This Article