તાજેતરમાં જ લંડનમાં રહેનાર એઇડ્સ દર્દી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ બાદ એચઆઇવી ઇન્ફેક્શનથી સંપૂર્ણપણે મુક્ત બનતા વિશ્વમાં એક નવી આશા જાગી છે. આ જીવલેણ બિમારીની સારવાર પણ હવે શક્ય બની રહી છે. આધુનિક સમયમાં તબીબી ક્ષેત્રમાં એક પછી એક શોધ થઇ રહી છે ત્યારે આ દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ થઇ ગઇ છે. આ સમાચાર દુનિયાભરમાં એઇડ્સના કરોડો દર્દીઓ માટે એક નવી આશા સમાન છે. આશરે ૧૨ વર્ષ પહેલા પણ બર્લિનના એક દર્દી પર આ રીતે જ સારવાર કરવામા આવી હતી. જેમા સફળતા મળ્યા બાદ આ બીજા કેસ છે જેમાં દર્દી સંપૂર્ણરીતે ઇન્ફેક્શન મુક્ત છે. અગાઉ બર્લિનમાં જે સફળતા મળી હતી તેમાં દર્દીનુ નામ ટિમોથી બ્રાઉન હતુ. તેને પણ એઇડ્સ વાયરસથી પૂર્ણ મુક્તિ મળી હતી.
જો કે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એઇડ્સ સાથે સંબંધિત નિષ્ણાંત તબીબોનુ કહેવુ છે કે હજુ આ કહેવાની બાબત ખોટી હશે કે એઇડ્સની સારવાર આખરે શોધી લેવામાં આવી છે. જા કે આ રોગી પર સફળ સર્જરી કરવામા આવ્યા બાદ આ દિશામાં એઇડ્સ વાયરસની સારવાર કરવામાં આ કેસ પ્રેરણારૂપ બની જશે. વર્ષ ૧૯૮૭માં એઇડ્સના પ્રથમ કેસ ભારતમાં સપાટી પર આવ્યા બાદ હજુ સુધી એઇડ્સના કારણે ૩.૫ કરોડ લોકો જાન ગુમાવી ચુક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એઇડ્સના આશરે ૩.૭ કરોડ દર્દીઓ રહેલા છે. આ દર્દીઓ પૈકી આશરે ૧૮ લાખ દર્દીઓ તો ૧૫ વર્ષથી પણ નીચેના છે. જે આફ્રિકા મહાદ્ધિપના પેટા ખંડમાં રહે છે. એકલા ભારતમાં વર્ષ ૨૦૧૫માં ૨૧ લાખ લોકોને એઇડ્સની બિમારી હતી. લંડનના આ દર્દીનુ નામ હાલમાં જાહેર કરવામાં આવ્યુ નથી. જા કે વર્ષ ૨૦૦૭માં પણ જર્મનીના દર્દી પર આ રીતે સારવાર કરવામાં આવી હતી. આ સારવાર સફળ સાબિત થઇ હતી. જર્મનીના દર્દી પર સફળ પ્રયોગ કરવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકો અને તબીબો આને ફરી દોહરાવવા માટેના પ્રયાસમાં હતા. લંડનના આ દર્દી સ્વસ્થ થઇ ગયા બાદ સારવાર દરમિયાન જે તથ્ય આવ્યા છે જે જાહેર થઇ ચુક્યા છે. બંને દર્દીના ઇલાજમાં સમાનતા જોવા મળે છે. બંને મરીજાને કેન્સર થયુ હતુ. જે એઇડ્સમાં સામાન્ય છે. આ બંને દર્દીઓ પર કેન્સરની સારવાર દરમિયાન બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અજમાવવામાં આવી હતી. સ્ટેમ શેલ અમારા શરીરમાં એવી ખાસ કોશિકા તરીકે છે.
જેમાં શરીરની જુદી જુદી કોશિકામાં વિકસિત હોવાની ક્ષમતા હોય છે. આ બોન મેરો ખુબ ઉપયોગી સાબિત થાય છે. ટિમોથી બ્રાઉનને જે વ્યક્તિએ બોનમેરો ડોનેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેના શરીરમાં એક ખાસ પ્રકારની તકલીફ હતી. આ તકલીફ તેના શ્વેત રક્ત કોશિકા અથવા તો વ્હાઇટ બ્લડ સેલના કારણે તેની સપાટી પર રિસેપ્ટર મોલિક્યુલ જીનમાં હતી. આના કારણે તેને નુકસાન નહીં બલ્કે ફાયદો થયો હતો. એચઆઇવી વાયરસ વ્હાઇટ બ્લડ શેલ પર હુમલો કરવા માટે સીસીઆર પાંચમાં જાય છે. જો કે તકલીફના કારણે આવુ કરવામાં સફળ રહેતા નથી. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ ટિમોથી બ્રાઉન અને લંડનના દર્દીને ગ્રાફ્ટ વર્સેજ હોસ્ટ બિમારી થઇ ગઇ હતી. આમાં નવા બોનમેરો દર્દીની અંદર શરીરને દુશ્મન સમજીને તેની કોશિકા સામે લડવા માટે કામ કરે છે. આ સ્થિતી લંડનના દર્દી સાથે પણ થઇ હતી. પ્રયોગ પર નજર રાખનાર લોકોનુ કહેવુ છે કે આ બાબત શક્ય છે કે ગ્રાફ્ટ વર્સેજ હોસ્ટ બિમારીના કારણે એઇડ્સ વાયરસને ખતમ કરવામાં સફળતા મેળવી છે. જો કે આનુવાંશિક તકલીફ ખુબ દુર્લભ હોય છે.
એઇડ્સને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પુરુષો માટે નવા ગર્ભિનરોધક ખૂબ જ અસરકારક સાબિત થશે. તેમનું કહેવું છે કે અલ્ટ્રા સાઉન્ડમાં એક હિસ્સો ઉંદરોના અંડકોસમાં શુક્રાણુઓના ઉત્પાદનને બંધ કરવામાં મદદરૂપ થાય છે. બ્રિટનમાં એક જાણીતા મેગેઝિનમાં રિપ્રોડક્શન બાયોલોજી એન્ડ ઇન્ડોક્રોનોલોજીમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટી ઓફ કેરોલિનાના સંશોધકોએ પોતાના અભ્યાસમાં કહ્યું છે કે ધ્વની તરંગોના ઉપયોગ કરીને શુક્રાણુઓની સંખ્યાના એક સ્તરને ઘટાડી શકાય છે જેનાથી પુરુષોમાં બંધનની સ્થિતિ સર્જાશે.