આણંદ: ફ્લાઈટ સેન્ટર ટ્રાવેલ ગ્રૂપ ઓસ્ટ્રેલિયાની ભારતીય પેટા કંપની એફસીએમ ટ્રાવેલ સોલ્યુશન્સની ફ્લેગશિપ લેઝ્યોર ટ્રાવેલ બ્રાન્ડ ટ્રાવેલ ટુર્સે આજે ગુજરાતના આણંદમાં તેના આઠમા ફ્રેન્ચાઈઝી સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. એફસીએમ ટ્રાવેલ સોલ્યુશન્સના લેઝ્યોર બિઝનેસીસના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ આનંદ મેનનને આ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ટોરના લોન્ચિંગ સાથે એફસીએમ ટ્રાવેલ સોલ્યુશન્સ હવે સમગ્ર ભારતમાં 28 કાર્યાન્વિત ટ્રાવેલ ટુર્સ ચલાવે છે.
ગુજરાતમાં ટ્રાવેલ ટુર્સના નવા સ્ટોરનો આશય શહેરમાં પ્રવાસીઓના કસ્ટમાઈઝ વેકેશન્સ અને ગ્રૂપ હોલીડે બંને પર ધ્યાન કેન્દ્રીત કરીને સ્થાનિક વિસ્તારમાં પ્રવાસ અનુભવને નવેસરથી વ્યાખ્યાઈત કરવાનો છે.
આણંદ શહેરમાં ટ્રાવેલ ટુર્સ આઉટલેટ અપ-માર્કેટ શહેરી ગ્રાહકો – પરીવારો, વ્યાપારિક પ્રવાસીઓ, હનીમૂન યુગલ અને પ્રવાસીઓના જૂથોની જરૂરિયાત પૂરી કરશે. નવો રીટેલ આઉટલેટ ટ્રાવેલ ટુર્સના ઉત્પાદનો અને સેવાઓની વ્યાપક રેન્જ ઓફર કરશે, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ, કસ્ટમાઈઝ્ડ અને ગ્રૂપ હોલીડે, હોટેલ્સ, કાર ટ્રાન્સફર્સ, વિઝા, ક્રુઝ વેકેશન્સ, હનીમૂન પેકેજીસ, એડવેન્ચર હોલિડે સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ લોન્ચિંગ પ્રસંગે ટીપ્પણી કરતાં એફસીએમ ટ્રાવેલ સોલ્યુશન્સ ઈન્ડિયાના લેઝ્યોર બિઝનેસીસના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ આનંદ મેનને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં અમારો ચોથો સ્ટોર લોન્ચ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. પશ્ચિમ ભારતના આવશ્યક બજારોમાં અમારા વિસ્તરણ કરવા માટે આ લોન્ચિંગ ટ્રાવેલ ટુર્સ એફસીએમમાં અમારા વ્યૂહાત્મક હેતુનો સાર છે. આ લોન્ચિંગની મદદથી અમારો આશય અમારા ગ્રાહકોને ક્યારેય ભૂલી ન શકાય તેવો અનુભવ પૂરો પાડવાનો છે. આ વર્ષે હજી કેટલાક વધુ સ્ટોર્સના લોન્ચિંગ પાઈપલાઈનમાં છે ત્યારે ભારતમાં અમારા વિસ્તરણ અંગે અમે ખૂબ જ ઉત્સાહી છીએ. ’
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ‘એક વિકસતા બજાર તરીકે મિલ્ક સિટી તરીકે ઓળખાતું શહેર આણંદ ટ્રાવેલ ટુર્સ માટે ગતિશીલ ભાવીની ખાતરી આપે છે.’
ટ્રાવેલ ટુર્સ નિષ્ણાત ટ્રાવેલ કન્સલટન્ટ ધરાવે છે, જે પ્રત્યેક રજાઓ માટે પ્રવાસ અને ટીપ્સ તથા વ્યક્તિગત ભલામણો કરવા માટે ખૂબ જ જૂસ્સો ધરાવે છે. મજબૂત વૈશ્વિક નેટવર્ક અને પ્રવાસ અનુભવો તૈયાર કરવામાં નિપુણતા સાથે ટ્રાવેલ ટુર્સ વ્યક્તિની પસંદગીના સ્થળો પર ક્યાંય પણ ઉપલબ્ધ ન હોય તેવી ઓફર્સ પૂરી પાડે છે. ટ્રાવેલ ટુર્સે પોતાની માલિકીની શાખાઓ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટના સંયોજન મારફત તેની હાજરી મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, જાલંધર, અમદાવાદ, વડોદરા, પૂણે, બેંગ્લુરુ, હૈદરાબાદ, કોચ્ચી જેવા 28થી વધુ સ્ટોર્સ સુધી વિસ્તારી છે.