સુરત :ઇન્ડિયન પાવર લિફ્ટીંગ ફેડરેશન દ્વારા ૧૭, ૧૮, ૧૯ માર્ચના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકાનો મોટો સહયોગ આપવામાં આવ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં પંજાબ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, જમ્મુ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, સુરેન્દ્રનગર, ગોવા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત અન્ય શહેરોમાંથી ૩૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપની અંદર ૧૫ વર્ષથી લઇને ૬૦ વર્ષ સુધીની ઉંમરના લોકોએ ભાગ લીધો હતો. અલગ અલગ પ્રકારની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યા હતો. જેમાં સબ જુનિયર, જુનિયર, સિનિયર, માસ્ટર, ટ્રાન્સજેન્ડર જે પ્રથમવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો.સુરતમાં યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૨માં સમગ્ર ભારત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી મહિલાઓ તથા પુરુષોએ ભાગ લીધો હતો. પ્રથમવાર ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ થયો હતો. જેમાં સુરતની ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાને ૩ ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન મળ્યો છે. આંચલ જરીવાળા ૫૦ કિલો વેટમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સમગ્ર દેશમાં સુરતની આંચલ (સિમી) ૩ ગોલ્ડ મેડલ અને અને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બનીને સુરતનું ગૌરવ જાળવી રાખ્યું છે. ટ્રાન્સજેન્ડર હોવાથી શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. આંતલે જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષમાં પોતાની મેહનતનું સારું ફળ મળ્યું છે. આ તમામ મેડલનો જસ પોતાના કોચ અકબર શેખને આપ્યો હતો. જ્યારે દેશની નારી શક્તિને પણ એક મેસેજ આપ્યો છે કે મહેનત કરશો સફળતા અવશ્ય મળશે. ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાલા પાવર લિફ્ટીંગમાં ભાગ લેનારી ગુજરાતની પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. એક વર્ષથી જીમમાં જતી હતી અને ત્યાં કસરત કરતી હતી. કસરત કરતા ટ્રેનરે કહ્યું કે તમે પાવર લિફ્ટીંગમાં પણ જઈ શકો છો અને ત્યારબાદ તેઓ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં માહોલ બતાવ્યો હતો અને ગેમ કેવી રીતે રમાય છે તેની પણ તેમણે માહિતી આપી હતી. ત્યારબાદ પાવર લિફ્ટીંગની કોમ્પિટિશનમાં ઉતરવાનું મન બનાવ્યું હતું. આ પ્રકારનો પ્લેટફોર્મ મળે અને તમામ જગ્યા ઉપર આવકાર મળે તો ટ્રાન્સજેન્ડર પણ આગળ વધી શકે છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more