રોમેન્ટિક કોમેડી ફિલ્મ જયસુખ ઝડપાયોનું ટ્રેલર રિલીઝ થયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રૂટિન ગુજરાતી ફિલ્મો કરતાં તેની સ્ટોરી લાઇન અલગ છે. અને દર્શકોને ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ગુજરાતીમાં જાેતા હોય તેવો અનુભવ ટ્રેલર પરથી થશે. આ ફિલ્મ ૧૩ જૂનનાં થિએટર્સમાં રિલીઝ થવાની છે.

ફિલ્મનાં અન્ય મુખ્ય કલાકારોની વાત કરીએ તો, પૂજા જાેષી, હાર્દીક સાંઘાણી, અનંગ દેસાઇ, મોના મેવાવાલા, સાંચી પેશ્વાની, સંગિતા ખાનાયત અને પૂર્વી વ્યાસ ફિલ્મમાં નજર આવશે.ફિલ્મનું ડિરેક્શન ધર્મેશ મેહતાએ કર્યું છે. તેમજ પ્રોડ્યુસ પણ ધ્મેશ મેહતાએ કરી છે. આ સાથે જ સેમ દોષી અને બોહરા પવન પણ તેનાં કો પ્રોડ્યુસર છે.

ટૂંક સમયમાં રિલીઝ થયેલી સારી સારી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો, હાલમાં પ્રાઇમ પર આવેલી ફિલ્મ ‘ડિયર ફાધર’ ઘણી જ સુંદર ફિલ્મ છે. જેમાં પરેશ રાવલ, માનસી પારેખ અને ચેતન ધાનાણી લિડ રોલમાં છે. તો હાલમાં થિએટર્સમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ માં ગુજરાતી શ્રેષ્ઠ કલાકારો સિદ્ધાર્થ રાંદરિયા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, શ્રદ્ધા ડાંગર અને ભવ્ય ગાંધીએ તેનો શ્રેષ્ઠ અભિનય અદા કર્યો છે.

છેલ્લા ઘણાં સમયથી જે ફિલ્મનાં ટ્રેલરની રાહ જાેવાઇ રહી હતી તે ‘જયસુખ ઝડપાયો’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. હાલમાં ગુજરાતી સારી સારી ફિલ્મો એક બાદ એક રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ એક રોમ કોમ છે. જેમાં રોમેન્ટિક અને કોમેડીનો ભરમાર છે. લિડ રોલમાં જિમિત ત્રિવેદી  છે. તો આ ફિલ્મમાં જાેની લિવર પણ નજર આવે છે.

Share This Article