અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કેમ છો?”નું ટ્રેલર લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘ફિલ્મ એ મનોરંજન છે અને સમાજનું દર્પણ છે.”- બસ આવા જ ઉમદા હેતુ સાથે આર્ટમેન ફિલ્મ્સ લિમિટેડનો પાયો નંખાયો છે કે દર્શકોને મનોરંજનની સાથે કઇક મહત્વની વાત લઈને જાય. આ જ બેનર હેઠળ હાલમાં જ ‘કેમ છો?’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું અને 17 જાન્યુઆરી, 2020નાં રોજ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ રજુ થવા તૈયાર છે. સીનેપોલીસ, અમદાવાદવનમોલ ખાતે તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું લેખન- દિગ્દર્શન કર્યું છે વિપુલ શર્માએ જયારે તેનું નિર્માણ શૈલેશ ધામેલીયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે તુષાર સાધુ, કિંજલ રાજપ્રિયા, જૈમીની ત્રિવેદી, હરીશ ડાગિયા, કલ્પેશ પટેલ, ચેતન દૈયા, જય પંડ્યા તથા મમતા ભાવસાર. ફિલ્મનું સંગીત આપ્યું છે રાહુલ પ્રજાપતિએ અને ગીતો લખ્યા છે મિલિન્દ ગઢવી તથા રાહુલ પ્રજાપતિ એ. રાહુલ પ્રજાપતિ, જીગરદાન ગઢવી, લાવણ્ય ચક્રવર્તી અને વ્રતિની ઘાડગે એ ફિલ્મના ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો છે. “કેમ છો?” ફિલ્મનું શુટિંગ અમદાવાદના સુંદર લોકેશન્સ ઉપર થયું છે.

ફિલ્મ વિશે જણાવતાં પ્રોડ્યુસર શૈલેષ ધામેલીયા તથા ડાયરેક્ટર વિપુલ શર્માએ જણાવ્યું હતું કે, આ એક સંપૂર્ણ ફેમીલી ડ્રામા છે હસતા-હસાવતા એક સુંદર વાર્તા કહેતી ફિલ્મ બની છે. દરેક ફેમીલી મેમ્બરને આ ફિલ્મ સીધી રીતે કનેક્ટ કરશે,અને એટલે જ આ ફિલ્મની ટેગ લાઈન પણ છે,”કેમ છો?”- દરેક પરણિત પુરુષની આત્મકથા. લગભગ બે વર્ષના રીસર્ચ અને તૈયારી કર્યા પછી ‘કેમ છો?’ ફિલ્મ બનાવવામાં આવી છે.”

આર્ટમેન ફિલ્મ્સ લીમીટેડનાં વાઈસ પ્રેસિડન્ટ ડો.શાર્લી આચાર્યએ જણાવ્યું હતું કે, “‘કેમ છો પછીની બીજી ફિલ્મ પણ એડિટ થઈને રેડી થઇ ગઈ છે. બહુ ટૂંક સમયમાં જ એનું નામ પણ એનાઉન્સ થશે. ગુજરાતી દર્શકોને મનોરંજન ખુબ ગમે છે પણ એ મનોરંજન સાફ સુથરું હોય અને આખું ફેમીલી એકસાથે બેસીને જોઈ શકે તેવી અર્થસભર ફિલ્મ બનાવવી અમારી પ્રાયોરિટી છે.”

Share This Article