ટ્રાફિક ઇમ્પ્રુવમેન્ટ સ્ટ્રીટ મેનેજમેન્ટ સંદર્ભે એવોર્ડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને તાજેતરમાં હાથ ધરાયેલી ટ્રાફિક નિયમનની ઝુંબેશને રાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે. ગઇકાલે કેન્દ્ર સરકાર દ્વારા તંત્રને ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્ટ્રીટ મેનેજમેન્ટ તેમજ આઇટીએમએસના એમ બે કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ અમ્યુકો એનાયત કરવામાં આવ્યા છે. જેને પગલે અમ્યુકો વર્તુળ સહિત રાજયના પ્રજાજનોમાં ગૌરવની લાગણી ફેલાઇ છે. હાઇકોર્ટની લાલ આંખ બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ અને ટ્રાફિક પોલીસે સંયુક્તપણે જાહેર રસ્તા પર આડેધડ દબાણના કારણે થતા ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ હેતુ ટ્રાફિક નિયમન ઝુંબેશ ચલાવી હતી.

ગઇકાલે નાગપુર ખાતે સંપન્ન થયેલા ૧૧માં અર્બન મોબલિટી ઇંડિયા કોન્ફરન્સ કમ એક્સ્પો-ર૦૧૮ના છેલ્લા દિવસે કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા તંત્રને બેસ્ટ સિટી ઇન અર્બન ટ્રાન્સપોર્ટ ઇનિશિએટિવ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ એનાયત કરાયો હતો. જેનો મેયર બીજલબહેન પટેલ, ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ અને સેકટર-રના જોઇન્ટ સીપી અશોક યાદવે સ્વીકાર કર્યો હતો. જ્યારે બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ કેટેગરીનો આઇટીએમએસ-એએફસીએલનો રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરતાં તેનો મેયર અને બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીએ સ્વીકાર કર્યો હતો. અમ્યુકોને એવોર્ડ મળતાં તેને મળેલા એવોર્ડ અને સન્માનની પ્રતિષ્ઠામાં ઉમેરો થયો છે

 

 

Share This Article